રેલવે દર વર્ષે સ્ટાર્ટઅપ્સમાં કરશે ૫૦ કરોડનું રોકાણ
નવીદિલ્હી,રેલવે મંત્રાલયે ભારતીય રેલવે ઇનોવેશન પોલિસી લોન્ચ કરી છે. તેને ‘સ્ટાર્ટઅપ્સ ફોર રેલવે’ નામ આપવામાં આવ્યું છે. તેનું વાર્ષિક બજેટ ૪૦-૫૦ કરોડ રૂપિયા છે. તેના હેઠળ સ્ટાર્ટઅપ્સ એ પ્રોબ્લેમ્સનું સોલ્યુશન લાવશે, જેનો સામનો હાલમાં ભારતીય રેલવે કરી રહ્યું છે. નવી પોલિસી હેઠળ સરકાર નીમાયેલા સ્ટાર્ટઅપ્સને ૧.૫ કરોડ રૂપિયાની આર્થિક મદદ આપશે. પહેલા રેલવે ઓનલાઇન પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ ફ્લોટ કરશે.
રેલવે તેમાં પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ વિશે કહેશે. ત્યારબાદ સ્ટાર્ટઅપ તરફથી તૈયાર પ્રોટોટાઇપની રેલવે દ્વારા તપાસ કરવામાં આવશે.
પ્રોટોટાઇપનું પ્રદર્શન બરાબર રીતે કરવા પર સ્ટાર્ટઅપને રેલવે ફંડ પ્રોવાઇડ કરાવશે. તેનાથી સ્ટાર્ટઅપ મોટા પાયા પર સોલ્યુશન તૈયાર કરશે. રેલવે તરફથી ફંડ મળવા છતાં ઇનોવેશન્સનું ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપ્રટ્ રાઇટ્સ સ્ટાર્ટઅપ કે ઇનોવેટર પાસે રહેશે. રેલવે ડિવિઝન રેલવે મેનેજર્સ માટે વધારાનું ફંડ તૈયાર કરશે.
તે નવી પોલિસી હેઠળ ઓન ફિલ્ડ પ્રોબ્લેમનું ઓન ફિલ્ડ સોલ્યુશન તૈયાર કરવા માટે આ ફંડનો ઉપયોગ કરી શકશે. મે મહિનામાં ફિલ્ડ યુનિટ્સને પ્રોબ્લેમ એરિયા ઉપલબ્ધ કરાવવા માટે કહેવામાં આવ્યું હતું. જેના જવાબમાં લગભગ અત્યાર સુધી ૧૬૦ સમસ્યાના લેખા-જાેખા નિવેદન તરીકે પ્રાપ્ત થઇ ચૂક્યા છે. શરૂઆતમાં નવી નીતિના માધ્યમનો સામનો કરવા માટે ૧૧ સમસ્યાઓનું વિવરણ કરવામાં આવ્યું છે અને તેને પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યું છે.HS2KP