રિટાયર્ડ જજ-વકીલોએ વડાપ્રધાનને પત્ર લખી બુલડોઝર-ધરપકડ પર પગલાંની માંગ કરી
નવીદિલ્હી,સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના કેટલાક નિવૃત્ત ન્યાયાધીશો અને વરિષ્ઠ વકીલોએ મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાને પત્ર લખીને યુપીમાં બુલડોઝરની કાર્યવાહી અને ધરપકડની માંગણી કરી છે. પત્ર લખનારાઓમાં ૧૨ જાણીતા લોકો છે. તેમાં સુપ્રીમ કોર્ટના ૩ ભૂતપૂર્વ ન્યાયાધીશો – જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડી, જસ્ટિસ વી. ગોપાલા ગૌડા, જસ્ટિસ એકે ગાંગુલી. આ ઉપરાંત દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ એપી શાહ, મદ્રાસ હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ કે. ચંદ્રુ કર્ણાટક હાઈકોર્ટના ભૂતપૂર્વ જજ મોહમ્મદ અનવર પણ છે.
આ સિવાય વરિષ્ઠ વકીલ શાંતિ ભૂષણ, ઈન્દિરા જયસિંગ, ચંદર ઉદય સિંહ, શ્રીરામ પંચુ, પ્રશાંત ભૂષણ અને આનંદ ગ્રોવર પણ પત્ર લખનારાઓમાં સામેલ છે. આ પત્રમાં લખ્યું છે કે, તાજેતરમાં યુપીના ઘણા શહેરોમાં વિરોધ પ્રદર્શન થયા હતા, જે પછી મોટી સંખ્યામાં લોકોને ગેરકાયદેસર રીતે અટકાયતમાં લેવામાં આવ્યા હતા. બુલડોઝર વડે મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી ગેરકાયદેસર અને નિયમોની વિરુદ્ધ છે.
આ લેટર પિટીશનમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, પ્રદર્શનકારીઓની વાત સાંભળવા અને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનને મંજૂરી આપવાને બદલે યુપીમાં પ્રશાસન તેમની વિરુદ્ધ હિંસક કાર્યવાહી કરી રહ્યું હતુ. મુખ્યમંત્રીએ અધિકારીઓને ગુનેગારો સામે કાર્યવાહીનું એવું ઉદાહરણ સ્થાપિત કરવા જણાવ્યું છે કે કોઈ ગુનો કરવાની કે કાયદો પોતાના હાથમાં લેવાની હિંમત ન કરે. ગેરકાયદે પ્રદર્શન કરનારાઓ પર NSA, ગેંગસ્ટર એક્ટ જેવા કડક કાયદા લાદવાની સૂચના પણ આપવામાં આવી છે.
આ સિવાય લેટરમાં આરોપ લગાવતા કહેવામાં આવ્યુ છે કે, યુપી પોલીસે વિરોધ કરવા બદલ ૩૦૦ થી વધુ લોકોની ધરપકડ કરીને તેમની સામે FIR નોંધી છે. આવા અનેક વીડિયો સામે આવ્યા છે, જેમાં પોલીસ કસ્ટડીમાં યુવાનોને લાકડીઓ વડે માર મારવામાં આવી રહ્યો છે, નોટિસ આપ્યા વિના વિરોધ કરનારાઓના ઘર તોડી નાખવામાં આવી રહ્યા છે,
લઘુમતી સમુદાયના વિરોધીઓને દોડીને મારવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, સુપ્રીમ કોર્ટે આ મુદ્દા પર ધ્યાન આપવું જાેઈએ અને જરુરી પગલાં લેવા જાેઈએ. સર્વોચ્ચ અદાલત સામાન્ય જનતા સાથે સંબંધિત મામલાઓને ધ્યાનમાં લઈને નિર્દેશ આપી ચૂકી છે.HS2KP