સેન્સેક્સમાં ૧૫૨ પોઈન્ટ અને નિફ્ટીમાં ૪૦ પોઈન્ટનો ઘટાડો
મુંબઈ, બુધવારે શેરબજારમાં સતત ચોથા દિવસે ઘટાડો જાેવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શેરો ધરાવતો સેન્સેક્સ ૧૫૨ પોઈન્ટ ઘટીને ૫૨,૫૪૧ પર બંધ થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૪૦ પોઈન્ટ ઘટીને ૧૫,૬૯૨ પર બંધ થયો હતો.
સપ્તાહના ત્રીજા કારોબાર દિવસે બુધવારે શેરબજારની શરૂઆત મામૂલી વધારા સાથે થઈ હતી, પરંતુ દિવસના કારોબાર પછી બંને સૂચકાંકો ઘટાડા સાથે સમાપ્ત થયા હતા.
બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શેરો ધરાવતો સેન્સેક્સ ૧૫૨ પોઈન્ટ ઘટીને ૫૨,૫૪૧ પર બંધ થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૪૦ પોઈન્ટ ઘટીને ૧૫,૬૯૨ પર બંધ થયો હતો. અગાઉ સેન્સેક્સ ૬૭ પોઈન્ટ વધીને ૫૨,૭૬૧ પર અને નિફ્ટી ૨૪ પોઈન્ટ વધીને ૧૫૭૫૬.૪૦ પર હતો.
બજાર ખુલતાની સાથે જ લગભગ ૧૪૧૫ શેર વધ્યા હતા, જ્યારે ૩૪૮ શેર ઘટ્યા હતા. નોંધનીય છે કે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં, એક દિવસના ટ્રેડિંગ પછી, બંને સૂચકાંકો આખરે લાલ નિશાન પર બંધ થયા હતા. બીએસઈ સેન્સેક્સ ૧૫૩ પોઈન્ટ ઘટીને ૫૨,૬૯૪ પર જ્યારે એનએસઈ નિફ્ટી ૬૪ પોઈન્ટ ઘટીને ૧૫,૭૩૨ પર બંધ થયો હતો.ss2kp