૨૪ કલાકમાં કોરોના સંક્રમણના નવા ૧૮૪ કેસ સામે આવ્યા
ગાંધીનગર, ગુજરાતમાં ફરી કોરોના સંક્રમણના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણના નવા ૧૮૪ કેસ સામે આવ્યા છે. એટલે કે રાજ્યમાં ૨૦ કેસનો વધારો થયો છે. મંગળવારે ૧૬૪ કેસ નોંધાયા હતા. તો રાજ્યમાં કોરોનાને કારણે એક દર્દીનું મોત થયું છે. તો કોરોનાની સારવાર બાદ ૧૧૨ લોકો સાજા થયા છે. નવા કેસ બાદ રાજ્યમાં કુલ કેસનો આંકડો વધીને ૧૨ લાખ ૨૬ હજાર ૭૧૨ પર પહોંચી ગયો છે. જ્યારે કોરોનાને લીધે અત્યાર સુધી ૧૦૯૪૬ લોકોના મોત થયા છે.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાં ૯૧ કેસ સામે આવ્યા છે. વડોદરા શહેરમાં ૧૮, સુરત શહેરમાં ૧૬, રાજકોટ શહેરમાં ૧૦, ગાંધીનગર શહેરમાં ૭, કચ્છમાં ૪, સુરત ગ્રામ્યમાં ૪, વલસાડમાં ૪, અમદાવાગ ગ્રામ્યમાં ૩, ભરૂચમાં ૩, ગાંધીનગર ગ્રામ્યમાં ૩, જામનગર જિલ્લામાં ૫, આણંદ, ગીર સોમનાથ, ખેડા, મોરબી, નવસારીમાં બે-બે, ભાવનગર, મહેસાણા અને પંચમહાલમાં એક-એક કેસ સામે આવ્યો છે. તો અમદાવાદમાં એકનું મોત થયું છે.
નવા કેસ બાદ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને ૯૯૧ પર પહોંચી ગયા છે. જેમાં એક દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી ૧૨૧૪૭૭૫ લોકો સાજા થયા છે. કોરોનાને લીધે અત્યાર સુધી ૧૦૯૪૬ લોકોના મોત થયા છે. રાજ્યનો રિકવરી રેટ ૯૯.૦૩ ટકા છે. ગુજરાતમાં આજે સાંજે ૫ કલાક સુધીમાં ૪૩ હજાર ૨૧૭ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી વેક્સીનના કુલ ૧૧ કરોડ ૬ લાખ ૩૩ હજાર ૬૬૫ ડોઝ આપવામાં આવ્યા છે, જેમાં પ્રથમ અને બીજાે ડોઝ સામેલ છે.SS3KP