વલસાડ સરીગામની લક્ષ્મી આંતરરાષ્ટ્રીય શાળા કલામહાકુંભમાં રાજ્ય કક્ષાએ ચમકી
(તસ્વીરઃ અશોક જાેષી) કલામહાકુંભનાં આયોજનથી રાજ્યના અંતરિયાળ વિસ્તારના કલાવીરોની પ્રતિભાને નવી દિશા મળે છે.આ કલામહાકુંભના કારણે ગુજરાત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી રહ્યું છે.
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ કમિશનર કચેરી ગાંધીનગર પ્રેરિત કલામહાકુંભ૨૦૨૧-૨૨માં શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ- સુરત સંચાલીત લક્ષ્મી આંતરરાષ્ટ્રીય શાળા- સરીગામ નાં ઘણાં બાળકોએ ભાગ લીધો હતો.તેમાં અમારી શાળાનાં ઘણાં વિદ્યાર્થીઓએ જિલ્લાકક્ષાએ સારો એવો દેખાવ કરી પ્રદેશકક્ષાએ પહોંચ્યા હતાં.
ત્યારબાદ રાજ્યકક્ષાએ પહોંચી પોતાની કલાનો સુંદર દેખાવ કરી શાળા પરિવાર અને બાળકના પરિવારનું નામ રોશન કરી ગૌરવ વધાર્યું છે.રાજ્ય કક્ષાએ તા.૧૦/૦૬/૨૦૨૨ ના રોજ અમારી શાળાના બાળકોએ ઘણો ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો તેમાં રિષી અશોકભાઈ પટેલ (ધોરણ ઃ ૧૦)
વિભાગ ઃ ૧૫-૨૦ માં ઓરગન વાદન સ્પર્ધામાં બીજા નંબરે આવેલ છે. રાજ્ય કક્ષાએ આવો સુંદર ઉત્કૃષ્ઠ દેખાવ કરવા બદલ શાળા પરિવાર અને ગજેરા પરિવાર બાળકોને તથા તેમની કલાના સારથી સહ માર્ગદર્શકોને શુભેચ્છા પાઠવે છે. અમારી શાળાના આચાર્ય
અને ઉપાચાર્યશ્રીએ બાળકનો ઉત્સાહ જાેઈને તેને અને તેના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. પરિવાર આભાર માને છે કે ગજેરા ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ચુનીભાઈ ગજેરા શાળાકીય અને શાળોત્તર પ્રવૃતિઓમાં હંમેશા સફળ બનાવવામાં માર્ગદર્શન અને સમર્થન આપે છે.