અનુપમાની ટીમને મળ્યો તોષુનો રિયલ લાઈફ પરિવાર

મુંબઈ, ટીવીની પોપ્યુલર સીરિયલ અનુપમા પોતાની સ્ટોરીલાઈનને કારણે જેટલી ચર્ચામાં રહે છે. તેટલી જ કલાકારોના ઓફ-સ્ક્રીન બોન્ડને લીધે પણ ચર્ચામાં રહે છે. શોના લીડ કલાકારોથી લઈને કેમેરાની પાછળ કામ કરતાં લોકો સુધી બધા વચ્ચે સુમેળભર્યા સંબંધો છે.
સેટ પર ૧૨થી ૧૮ કલાક સુધી સાથે કામ કરતાં-કરતાં આ બધા વચ્ચે પરિવાર જેવો સંબંધ બંધાઈ ગયો છે. હાલમાં જ પારિતોષનો રોલ કરતાં એક્ટર આશિષ મહેરોત્રાનો રીલ લાઈફ અને રિયલ લાઈફ પરિવાર ભેગો થયો હતો. આશિષના પરિવારજનો સીરિયલના સેટ પર પહોંચ્યા હતા.
શોની આખી કાસ્ટે આશિષના રિયલ લાઈફ પરિવાર સાથે મુલાકાત કરી હતી. આશિષ મહેરોત્રાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કેટલીક તવીરો શેર કરી છે.
જેમાં ‘અનુપમા’ની કાસ્ટમાંથી રૂપાલી ગાંગુલી, અલ્પના બુચ, ગૌરવ ખન્ના, મદાલસા શર્મા, સુધાંશુ પાંડે, પારસ કાલનાવત, અલ્મા હુસૈન જેવા કલાકારો જ્યારે શોના ડાયરેક્ટર રોમેશ કાલરા જાેવા મળે છે. આ બધાએ આશિષના પરિવાર સાથે સેટ પર પોઝ આપ્યો છે.
બીજી એક તસવીરમાં અનુજ અને અનુપમા એટલે કે એક્ટર ગૌરવ ખન્ના અને રૂપાલી ગાંગુલી આશિષના પરિવાર સાથે ફોટો પડાવી રહ્યા છે.
રૂપાલીએ તો આશિષના પરિવારની બાળકીને પણ તેડી લીધી છે. આ ફોટોઝ શેર કરતાં આશિષે લખ્યું, રીલની મુલાકાત રિયલ સાથે અનુપમાના સેટ પર મારા પરિવારની પહેલી મુલાકાત. આ એવી લાગણી છે જેને શબ્દોમાં ના વર્ણવી શકાય. હું ટીમ અનુપમા અને ડીકેપી પ્રોડક્શનનો ભાગ બનીને ભાવવિભોર થયો છું. તમારા પરિવાર માટે ઈજ્જત કમાવવાની લાગણીને શબ્દોમાં ન વર્ણવી શકાય.
રાજન શાહી મને તમારા પરિવારનો ભાગ બનાવવા માટે અને મારા પરિવારને પોતાનો ગણવા માટે અને તેમનું ધ્યાન રાખવા માટે આભાર. નાનાથી માંડીને જે મોટી વસ્તુઓ કરી છે તેના માટે આભાર. થેન્ક્યૂ નાનો શબ્દ છે પણ હા મારું દિલ વિનમ્રતા અને કૃતજ્ઞતાથી છલકાઈ ગયું છે. કેમેરાની સામેની અને તેની પાછળની આખી ટીમનો પણ આભાર.”
ફેન્સ પણ આ બંને પરિવારોને સાથે જાેઈને ખૂબ ખુશ થઈ ગયા છે. સીરિયલની વાર્તાની વાત કરીએ તો, અનુજ અને અનુપમા પોતાના નવા ઘરમાં રહેવા ગયા છે.
જ્યાં ગૃહપ્રવેશ પૂજા બાદ બરખાના મિત્રો બાપુજીનું અપમાન કરે છે ત્યારે અનુપમા અને વનરાજ તેમના માટે અવાજ ઉઠાવે છે. એ સમયે અનુજ પણ તેમનો સાથ આપે છે. અનુજ સાથે લગ્ન બાદ અનુપમા નવા પરિવાર સાથે ગોઠવાઈ રહી છે સાથે જ પોતાના પિયરને પણ ઓછું ના આવે તેનું ધ્યાન રાખે છે.SS1MS