Western Times News

Gujarati News

રથયાત્રા દરમિયાન અખાડામાં કરતૂબો કરતા પહેલવાનો દ્વારા અખાડાની જાેર શોરમાં તૈયારીઓ

અમદાવાદ, અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૫મી રથયાત્રાની સૌ કોઈ આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. દર વર્ષે રથયાત્રામાં હજારો ભક્તોનું ઘોડાપુર અખાડા, ભજનમંડળીઓ અને ૧૦૦ જેટલા ટ્રકો જાેડાય છે, ત્યારે રથયાત્રાની ઘડીઓ ગણાય રહી છે. અખાડામાં કરતૂબો કરતા પહેલવાનો દ્વારા અખાડાની જાેર શોરમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે.

એતિહાસિક પરંપરાઓ મુજબ રથયાત્રામાં અખાડાઓનું અનેરું મહત્વ હોય છે. ભગવાન જગન્નાથજી જ્યારે નગરચર્યએ નીકળે ત્યારે આ અખાડાઓ પર પોતાની કરતબ બાજીની ઝાંખીનું પ્રદશન કરતા હોય છે, જેમાં તેઓ તલવાર બાજી, મલખમ, લાકડી, બરનદી, આગવાળા ચક્રો, બોડી બિલ્ડીંગ, સ્ટંટ અને વ્યાયામની અનેક કસરતો રથયાત્રાના આખા રૂટમાં કરતા હોય છે.

હવે રથયાત્રા નજીક આવતા પહેલવાનોએ પોતાની પ્રેક્ટિસનો સમય વધારી દીધો છે. આ રથયાત્રામાં તમામ પહેલવાનો ખુબજ ઉત્સાહ સાથે જાેરશોરથી અખાડાની તૈયારીઓમાં લાગી ગયા છે.
રથયાત્રામાં ૩૦ જેટલા અખાડાઓ નીકળતા હોય છે. જેમાં હજારો કરતા પણ વધુ પહેલવાનો ભાગ લેતા હોય છે. ૪ વર્ષના બાળકોથી માંડીને ૬૦ વર્ષ સુધીના વૃદ્ધો આ અખાડામાં ભાગ લેતા હોય છે.

એજ રથયાત્રાના અખાડાની આગવી ઓળખ છે. અખાડાનો એક અલગ જ ઇતિહાસ છે. ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન બલભદ્ર અખાડા કરતા હતા. જેથી ભગવાનને આ અખાડા પ્રિય છે. રથયાત્રાના અખાડાની એતિહાસિક પરંપરા જાેવા મળી રહે છે. રથયાત્રાના અખાડામાં વ્યાયામને લગતી કસરતો પર ભાર મૂકવામાં આવે છે.
આ વર્ષે રથયાત્રામાં અનોખો જ માહોલ જાેવા મળ્યો છે.

કારણકે અમદાવાદમાં યોજાતી રથયાત્રાએ સાંસ્કૃતિક ધરોહરને સાચવતો એતિહાસિક પર્વ છે. જે છેલ્લા ૨ વર્ષથી કોરોનાના કારણે યોજાતો નહતો, પરંતુ આ વર્ષે રથયાત્રા ધામધૂમથી ઉજવવામાં આવશે. જેને લઈને તમામ ભકતો અને રથયાત્રામાં જાેડાતા તમામ લોકોમાં ખૂબ જ ઉત્સાહ જાેવા મળ્યો છે. કેમ કે આ વર્ષે રંગે ચંગે નગર નો નાથ નગર ચર્યાએ નીકળશે અને તેમના દર્શનનો લ્હાવો અને સ્વાગતનો લ્હાવો તમામ નગરજનોને મળશે.HS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.