Western Times News

Gujarati News

ગ્રામ્ય વિસ્તારમાં લબરમુછિયા બુટલેગરો ફૂટી નીકળ્યા: અરવલ્લીમાં દારૂના વેચાણમાં બમણો નફો

પ્રતિકાત્મક

પાલનપુર, ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડી રહયા છે. અમદાવાદ નવરંગપુરા વિસ્તારમાં પોલીસચોકીમાં ટ્રાફીક પોલીસ અને ત્રણ ટીઆરબી જવાન દારૂની મહેફીલ જમાવતા દારૂબંધીના ધજાગરા ઉડી ગયા છે. રાજયમાં વિદેશી દારૂનો બેફામ વેપલો થઈ રહયો છે.

અરવલ્લી જીલ્લાની રાજસ્થાન રાજયને અડીને આવેલી આંતરરાજય સરહદોના ગ્રામ્ય વિસ્તારોમાં વિદેશી દારૂનું કટીગ અને ધુમ વેપલો થઈ રહયો છે. દારૂબંધીના પગલે વિદેશી દારૂના વેપલામાં ત્રણ ગણો નફો હોવાથી અનેક લબરમુછીયા યુવાનો બુટલેગરોને બની ગયા છે. મોડાસા રૂરલ પોલીસે સાયરા છાપરા નજીક અપાશે બાઈક પર દારૂની ખેપ મારતા ખડોદના બે લબરમુછીયા બુટલેગરોને ઝડપી લીધો છે.

જીલ્લા નજીક પોલીસે પેલેટ ચોકડી નજીક જયુપીટર મોપેડમાં દારૂની ખેપ નિષ્ફળ બનાવી કુડોલ ઘાંટાના બુટલેગરો દબોચી લઈ જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો. મોડાસા ગ્રામ્ય પીએસઆઈ સી.એફ આધારે તેમની ટીમે સાયરા છાપરા નજીકથી બાતમીના આધારે જીજ્ઞેશ રજુ મકવાણા અને અલ્પેશ રણજીતસિંહ પરમાર

બંને રહે. ખડોદાની ઝડપી પાડી વિદેશી દારૂના કવાંટારીયા નંગ-રરર કી. રૂા.૩૩૩૦૦ મોબાઈલ અને બાઈક મળી રૂા.૮૩ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ ખડોદના બુટલેગર રાજુ રણછોડ પરમાર અને રાજસ્થાન ઈટવામાં સુરેશ નામના બુટલેગર સામે પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોધી ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા.

અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ સી.પી.વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે બાતમીના આધારે જયુપીટર પર વિદેશી દારૂની મંગાવનાર મોડાસા ખલીકપુરના વિશાલ રણજીત ચૌહાણ અને ગણેશપુરના જીગર ઉર્ફે જીગો જેઠાજી ડામોર નામના બંને બુટલેગરો સામે રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.