રાજસ્થાનના મુખ્યમંત્રીના ભાઈ અગ્રસેન ગેહલોતના ઘરે CBIના દરોડા
જયપુર, મુખ્યમંત્રી અશોક ગેહલોતના ભાઈ અગ્રસેન ગેહલોતના ઘરે સીબીઆઇએ દરોડા પાડયા છેે,સીબીઆઈએ સીએમ અશોક ગેહલોતના ભાઈ અગ્રસેન ગેહલોતના ઘરે દરોડા પાડ્યા છે. અગ્રસેન ગેહલોત ઉપર ખેડૂતો માટે ખરીદવામાં આવેલ પોટાશ ને ખાનગી કંપનીને વેચી નાખવાનો આરોપ છે. આ પહેલા ઈડીએ અગ્રસેન ગેહલોતના ઘરે દરોડા પાડ્યા હતા. સીબીઆઈની આ કાર્યવાહીને અશોક ગેહલોત દ્વારા દિલ્હીમાં રાહુલ ગાંધીના વિરોધ સાથે જાેડવામાં આવી રહી છે.
રિપોર્ટ્સ અનુસાર સીબીઆઈની ટીમ શુક્રવારે સવારે સીએમ ગેહલોતના ભાઈ અગ્રસેન ગેહલોતના ઘરે પહોંચી હતી. આ ટીમમાં પાંચ અધિકારીઓ દિલ્હીના અને પાંચ અધિકારીઓ જાેધપુરના છે. હાલ ટીમના સભ્યો તપાસમાં લાગેલા છે. જ્યારે અગ્રસેન ગેહલોત ઘરે છે. સીબીઆઈની એક ટીમ પાવટા સ્થિત તેની દુકાન પર પણ પહોંચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે ૨૦૧૨-૧૩માં પોટાશ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. ઈડ્ઢ અનુસાર, અગ્રસેન ગેહલોતની કંપની અનુપમ કૃષિ તેની નિકાસ પર પ્રતિબંધ હોવા છતાં મ્યુરિએટ ઓફ પોટાશ ખાતરની નિકાસમાં સામેલ હતી.
ઇન્ડિયન પોટાશ લિમિટેડ એમઓપીની નિકાસ કરે છે અને ખેડૂતોને સબસિડી પર વેચે છે. અગ્રસેન ગેહલોત આઇપીએલના અધિકૃત ડીલર હતા. ૨૦૦૭ અને ૨૦૦૯ ની વચ્ચે, તેમની કંપનીએ સબસિડી દરે એમઓપી ખરીદ્યું. તેને ખેડૂતોને વેચવાને બદલે નફા માટે અન્ય કંપનીને વેચી દેવામાં આવી હતી.
તે કંપનીઓ ઔદ્યોગિક મીઠાના નામે એમઓપી મલેશિયા અને સિંગાપોર લઈ ગઈ. આ કેસની તપાસ CBIમાં પેન્ડિંગ છે. આ કેસમાં કસ્ટમ વિભાગે અગ્રસેનની કંપની પર લગભગ ૫.૪૬ કરોડ રૂપિયાનો દંડ પણ લગાવ્યો હતો.HS1MS