પાકિસ્તાનમાં વર્ષોથી બંધક ૨૦ ગુજરાતી માછીમારો ઘરે પરત ફરશે

ઇસ્લામાબાદ, પાકિસ્તાન મરીન દ્વારા અવાર નવાર ભારતીય જળસીમાં નજીકથી ભારતીય બોટ અને માછીમારોના અપહરણ કરવામાં આવે છે. વર્ષોથી પાકિસ્તાનની જેલમાં રહેલ માછીમારોને પાકિસ્તાન દ્વારા મુક્ત કરવામાં આવશે.
મળતી વિગત અનુસાર પાકિસ્તાન મરિન દ્વારા ભારતીય માછીમારોને બંધક બનાવી અપહરણ કરવામાં આવે છે ત્યારે હાલ પાકિસ્તાનમાં ૬૦૦થી વધુ ભારતીય માછીમારો કેદ છે પાકિસ્તાન દ્વારા વર્ષોથી કેદ ૨૦ જેટલા માછીમારોને મુક્ત કરવાની જાહેરાત કરવામાં આવી છે.
આગામી ૧૯ જૂનના રોજ પાકિસ્તાન જેલમાંથી ૨૦ ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવશે અને ૨૦ જૂનનાં રોજ વાઘા બોર્ડર પર ભારત સરકારને માછીમારો સોંપવામાં આવશે.
આ તમામ માછીમારો ગુજરાતના હોવાનું પણ જાણવા મળ્યું છે.માછીમારો ઘરે પરત ફરશે એ જાણ થતા વર્ષોથી વિખુટા પડેલા પરિવારજનો તેના સ્વજનનાં પરત આવવાની વાતથી જ ખુશ ખુશાલ થઇ ગયા હતા.
પાકિસ્તાન દ્વારા મુક્ત કરવામાં આવેલ માછીમારોમાં કાનજી જાદવ, મનો નારાયણ,દાના વાળા, જેવા પરબત, રમેશ દયા,દિનેશ મેઘા, દેવસી બાબુ, મેરુ દેવસી,નારાયણ ઓખડ,ભાનરા કરું,લાલજી રૂખડ, નાનજી હમીર,અબુ ગફર,યુનુસ આલુ,નિસાર કરોન, અંકિલ યુનુસ,અમીન સુલેમાન,ફરીદ અનવર,અનિસ કાદરી સહિતનાને મુક્ત કરવામાં આવશે.HS1MS