પોલીસે લૂંટની ઘટનામાં ટેકનોલોજીની મદદથી 3 આરોપીને કલાકોમાં પકડી પાડયા
ગાંધીનગર,
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ પાસે એક્ટિવા ઉપર જઈ રહેલી બે મહિલાઓ પાસેથી ચાલુ એક્ટિવા ઉપર લૂંટ કરી ભાગી ગયેલા 3 આરોપીઓ ને સીસીટીવી નેટવર્ક અને ટેક્નિકલ સર્વેલન્સ ની મદદથી ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં આવ્યા છે.
આ અંગેની માહિતી આપતાં નાયબ પોલીસ અધિક્ષક એમ.કે.રાણા એ જણાવ્યું હતું કે ગઈકાલે અમદાવાદ ગાંધીનગર હાઇવે ઇન્ફોસિટી પોલીસ ની હદમાં બનેલી લૂંટની ઘટનામાં અદ્યતન ટેકનોલોજીની મદદથી ત્રણ આરોપીઓને ગણતરીના કલાકોમાં પોલીસે પકડી પાડયા હોવાનું જણાવ્યું છે.
તો બીજી તરફ ઘટના અંગે વધુમાં એમ.કે.રાણા એ કહ્યું જે એક્ટિવા ઉપર જઈ રહેલી બે મહિલાઓ પાસેથી 3 આરોપીઓ એ મહિલાનું પર્સ ખેંચતા તે બંને મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ હતી. આ દરમ્યાન ઘટનાની જાણ થતાં ઇન્ફોસિટી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને સીસીટીવી નેટવર્ક તેમજ ટેક્નિકલ મદદથી 3 આરોપીઓ ને ગણતરી ના કલાકોમાં ઝડપી 20 હજારની લૂંટાયેલી રકમ સહિત તમામ મુદ્દામાલ કબઝે કર્યો છે. અને આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.