સાયબર કાફેમાં નિયત નિયમો પાલન કરવા આદેશ
અમદાવાદ જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની હદમાં આવેલ તમામ સાયરબર કાફેના માલિકોને નિયત નિયમો પાલન કરવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એચ. એમ. વોરા એ આદેશ ફરમાવ્યો છે.
સાયબર કાફે ખાતે સી.સી.ટીવી કેમેરા લગાવવા તેમજ નિયત રજીસ્ટરો સુવાચ્ય અક્ષરે સંપૂર્ણ વિગતો સાથે નિભાવવાના રહેશે. સાયબર કાફેનો વપરાશ કરનારની સુવાચ્ય સહી તેમજ પુરુષના ડાબા હાથના અને સ્ત્રીના જમણા હાથના અંગૂઠાનું નિશાન ફરજીયાત લેવું. મુલાકાતી સેલ્ફ એટેસ્ટેટ ફોટો કોપી ઓળખપત્ર જમા કરાવવી.
સાયબર કાફેના માલિક, મેનેજર તેમજ તમામ કર્મચારીઓની સંપૂર્ણ વિગતો સંપર્ક નંબર અને તાજેતરના ફોટોવાળી હકીકતો લેખિતમાં નિયત કરેલા પત્રકમાં સંબંધિત નજીકના પોલીસ સ્ટેશને જણાવવાની રહેશે. અધિકૃત અધિકારી તપાસ કરવા આવે તો તપાસ કરવા દેવી. તા. ૦૨-૧૨-૨૦૧૯ સુધી અમલી આ આદેશનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ- ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે એમ જાહેરનામામાં જણાવ્યું છે.