આસામમાં સરહદી વાડ બહાર રહેતા ૧૫૦ ભારતીય પરિવારોનું પુનર્વસન કરાશે
ગોવાહાટી,આસામના કરીમગંજ ભારત – બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પાસે વાડની બહાર રહેતા ૧૫૦ જેટલા ભારતીય પરિવારોનું આસામમાં પુનર્વસન કરવામાં આવશે.રાજ્ય સરકારે ૧૫૦ પરિવારોને જીલ્લા કમિશનર કચેરી સમક્ષ હાજર થવાનો આદેશ કર્યો છે. કરીમગંજ ૯૩ કિમી લાંબી ભારત – બાંગ્લાદેશ સરહદ ધરાવે છે અને થોડાક વર્ષો પહેલા અહી વાડ મૂકવામાં આવી હતી. સરહદી વિસ્તાર પાસે આવેલા ૯ ગામના લોકો ભારતીયો છે પરતું ભારતમાં પ્રવેશવા માટે તેમને બીએસએફની મંજૂરી લેવી પડે છે.
સરહદી વિસ્તાર પાસે આવેલા ૯ ગામમાં – ગોબિંદપુર, લટુકાંડી, જરા પાતા, લફાસેલ, લમજુઆર, મહિસાશન, કૌરનાગ, દેવતાલી અને જાેબૈનપુરનો સમાવેશ થાય છે. કરીમગંજ જીલ્લા વહીવટી કચેરીએ આ ૯ ગામમાં રહેતા દરેક પરિવારોને જરૂરી દસ્તાવેજ અને રિપોર્ટ સાથે ૩૦મી જૂન સુધીમાં ડેપ્યુટી કમિશર કચેરી સમક્ષ હાજર રહેવાનો આદેશ કર્યો છે. યોગ્ય સમયગાળામાં હાજર રહેનાર લોકો વળતરનો દાવો પણ કરી શકશે.
આસામ સરકારના વરિષ્ઠ અધિકારી – દેવ જ્ઞાનેન્દ્ર ત્રિપાઠીએ જણાવ્યું કે આ મુદ્દે પ્રતિનિધિઓ સાથે બેઠક કરી અને આ મુદ્દાનો ઉકેલ ચાલું નાણાકીય વર્ષ દરમ્યાન આવી શકે છે. સરકાર પાસે આ સમસ્યાના નિકાલ માટે બે પ્લાન છે. બેઠક પછી અમે નિષ્કર્ષ પર આવ્યા છે,જેમાં વધારાની વાડ ઉભી કરી આ ગામને અંદર લાવવામાં આવે અથવા તો તેમને વર્તમાન વાડની અંદર રહેવાની મંજૂરી આપી દેવામાં આવે. બીજા વિકલ્પમાં અમને તેમને પુનર્વસન માટે જમીન આપવી પડશે, જાેકે એ વિકલ્પ અમારા માટે પણ સહેલું છે.
બીએસએફના ઈન્સપેક્ટર જનરલ (મિઝોરમ ફ્રન્ટિયર) – મૃદુલ કુમાર સોનોવાલએ જાન્યુઆરીમાં જણાવ્યું કે તેમણે ફેન્સિંગ (વાડ) લાઈન બદલી આ ગામને ભારતીય વિસ્તારોમાં લાવવાનો પ્રસ્તાવ રજુ કર્યો હતો. આ ગંભીર સુરક્ષાનો મુદ્દો પણ છે, કારણ કે મોટી સંખ્યામાં લોકો વાડની બહાર રહે છે અને બાંગ્લાદેશ તરફથી સરહદ ખુલ્લી છે અને તેને લીધે ક્રિમિનલ પ્રવૃતિઓ પણ થઈ શકે છે.HS2KP