મકાન ભાડે આપતા સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કરવા જાહેરનામું
અમદાવાદ શહેર પોલીસ કમિશનર હકૂમત સિવાયનાં સમગ્ર અમદાવાદ જિલ્લાના વિસ્તારમાં રહેણાંક કે ઔદ્યોગિક મકાન ભાડે આપતા પહેલાં ભાડૂઆતની સંપૂર્ણ વિગતો સંબંધિત પોલીસ સ્ટેશનને જણાવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એચ. એમ. વોરા એ આદેશ કર્યો છે.
મકાન ભાડે આપતા પહેલાં પોલીસ સ્ટેશનને માહિતી પત્રકમાં અનુક્રમે મકાન માલિકનું નામ તથા ભાડે આપેલ મકાનની વિગત, કયા વિસ્તારમાં કેટલા ચો.મી. બાંધકામ મકાન, મકાન ભાડે આપવા સત્તા ધરાવતા વ્યક્તિનું નામ અને સરનામુ, મકાન ક્યારે ભાડે આપેલ છે તથા માસિક ભાડુ કેટલુ નક્કી કરેલ છે તે રકમ રૂપિયામાં, કઇ વ્યક્તિઓને ભાડે આપેલ છે તેનો ફોટો, સહી સરનામા અને સંપર્ક સાથેની સંપૂર્ણ વિગતો, ભાડુઆતનો સંપર્ક કરાવનાર વ્યક્તિ, એજન્ટ-બ્રોકરની તમામ વિગતો તેમજ અન્ય વિગતો વાળા છ કોલમવાળી માહિતી ભરી જમા કરાવવાની રહેશે.
તા. ૦૨-૧૨-૨૦૧૯ સુધી અમલી આ જાહેરનામાનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ- ૧૮૮ મુજબ શિક્ષાપાત્ર ઠરશે એમ જાહેરનામામાં જણાવાયું છે.