Western Times News

Gujarati News

અમદાવાદીઓને યુનિક આઈડી સાથેનું સ્માર્ટ એડ્રેસ અપાશે

એએમસીએ ગુગલ સાથે મળીને ખાસ યોજના બનાવી

અમદાવાદ, ક્વિન્ટેસેન્શિયલ ક્વિક રિસ્પોન્સ (ક્યૂઆર) કોડની જેમ સર્ચ એન્જિન ગુગલહવે શહેરની અંદરની દરેક મિલકત માટે ખાસ ઓળખ કોડ આપશે. શહેરના રહેણાંક, વાણિજ્યિક, ચાલીઓ અને મ્યુનિસિપલ મર્યાદામાં સૂચિબદ્ધ વિશેષ ઇમારતો માટે આ ખાસ ઓળખ કોડ આપવામાં આવશે.

શહેરની દરેક મિલકતને જીઓટેગ કરવામાં મદદ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગુગલસાથે એક એમઓયુસાઈન કરવાના એક તબક્કામાં છે. જે બાદ ગૂગલના પ્લસ કોડની જેમ શહેરની મિલકતોને યુનિક એડ્રેસ સિસ્ટમ (યુએએસ) મળશે.

એકવાર ગુગલમેપમાં યુએએસકોડ ફીડ થયા બાદ જે તે વ્યક્તિને ડોર સ્ટેપ ફૂડ ડિલીવરી કરવામાં, એમ્બ્યુલન્સ અને કેબને સરળતાથી પહોંચવામાં, માલાસામાનની ડિલીવરી કરવામાં કે પછી લોકોને તમારા સરનામા સુધી સુરક્ષિત પહોંચવામાં પણ મદદ કરશે.

આ યુનિક આઈડી અમદાવાદીઓ માટે નવું સ્માર્ટ એડ્રેસ બની રહેશે. એએમસીના સૂત્રોનું કહેવું છે કે, સિવિક બોડીએ શહેરની મિલકતોનો નકશો બનાવવાની દરખાસ્ત સાથે છ મહિના પહેલાં ગૂગલનો સંપર્ક કર્યો હતો. છેલ્લાં છ મહિનાથી આ મુદ્દે વાતાઘાટો ચાલી રહ્યો છે.

સાથે જ ડેટા પ્રાઈવસી સાથે સંકળાયેલા મહત્વના મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. એએમસીએ માંગણી કરી છે કે, કેલિફોર્નિયામાં આવેલી હેડ ઓફિસ નહીં પણ ભારતમાં આવેલી ગૂગલની ઓફિસ આ ડીલમાં સામેલ થાય તો જ એમઓયુપર હસ્તાક્ષર કરવામાં આવશે.

ગુગલએ ભારતના પૂણે અને કોલકત્તા જેવા શહેરોને તેના પ્લસ કોડ સરનામા સાથે મેપ કરેલા છે. જેમાં લગભગ ૨૦ લાખ જેટલી સંપતિઓનો સમાવેશ થાય છે. જેમાંથી લગભગ ૧૫ લાખ સંપતિઓ મ્યુનિસપલ કોર્પોરેશનમાં પ્રોપર્ટી ટેક્સ માટે સત્તાવાર રીતે રજીસ્ટર થયેલી છે.

યુએએનકે સંપતિના યુનિક એડ્રેસ ૨૦ આલ્ફાન્યૂમેરિક અક્ષરોના સમૂહ પર આધારિત છે. જેમાં વોવેલ્સ એટલે કે સ્વરોનો સમાવેશ નહીં હોય. પ્રાયોગિક ધોરણે એએમસીચોક્કસ વોર્ડમાં પ્રોપર્ટી માટે કોડ આપવા માટે ગૂગલને સામેલ કરી શકે છે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.