રાહુલ ગાંધીની એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટની તપાસનો ભરૂચ કોંગ્રેસ દ્વારા વિરોધ
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની એન્ફોર્સમેન્ટ ડાયરોકરેટની તપાસ ભાજપના ઈશારે કરી હેરાન કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે ભરૂચ કોંગ્રેસ દ્વારા વિરોધ ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરતા પોલીસે કોંગી અગ્રણીઓની અટકાયત કરતા ઘર્ષણ સર્જાયુ હતુ.
ભાજપ સરકારના ઈશારે એન્ફોર્સમેન્ટ ડાયરોકરેટ દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી સામે રાજકીય કિન્નાખોરી રાખવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં ભરૂચના સ્ટેશન પાસે
ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાની આગેવાનીમા કોંગીજનોએ ધરણા યોજી શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરી રામધૂન બોલાવતા જ પોલીસે કોંગીજનોની અટકાયત કરતા ઘર્ષણ સર્જાયું હતું.
જે બાદ કોંગીજનોને ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવતા ત્યાં પણ કોંગીજનોએ પોલીસ સ્ટેશન બહાર જ ધરણા ઉપર બેસી જઈ વિરોધ યથાવત રાખી ઉગ્ર વિરોધ કર્યો હતો.
કોંગીજનોના વિરોધ પ્રદર્શનમા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા ઉપરાંત સંદીપ માંગરોલા,યુવા પ્રમુખ શકીલ અકુજી, પૂર્વ પ્રમુખ શેરખાન પઠાણ, શહેર પ્રમુખ વિક્કી સોખી,સુલેમાન પટેલ,ઝુબેર પટેલ,મગન પટેલ સહિત અન્ય અગ્રણીઓ અને કાર્યકરો જાેડાયા હતા.