ભરૂચ તાલુકાના થામ ગામે વીજ કંપનીની બેદરકારીના કારણે પશુઓના મોત
(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ જીલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો જેના પગલે વીજળીના કડાકા-ભડાકા સાથે મુશળધાર વરસાદ વરસવા સાથે વીજ વાયરો તૂટી પડવાની ઘટનાઓ બની હતી.
જેમાં ભરૂચ તાલુકાના થામ ગામે વીજ વાયરો તૂટી પડતા પશુઓના મોત થતા પશુપાલકોમાં ભારે આક્રોશ જાેવા મળ્યો હતો પશુપાલકોએ પણ વળતરની માગણી સાથે પોલીસ મથકે ફરિયાદ નોંધવાની કવાયત આરંભી હતી.
ભરૂચ જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદી ઝાપટા સાથે વરસાદ વરસ્યો હતો અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસતા પૂર ઝડપે ફૂંકાયેલા પવનને કારણે કેટલાય સ્થળોએ વીજ વાયરો તૂટી પડવાની ઘટનાઓ પણ બની હતી.
જેના પગલે ભરૂચ તાલુકાના થામ ગામે રેલવે સ્ટેશન નજીકની વીજ વાયરોની લાઈનો તૂટી પડતાં નજીકથી પસાર થતા પશુઓને વીજ કરંટ લાગતા ભેંસોના મોત થયા હતા જાેકે વીજ વાયરો તૂટી પડવાની ઘટનામાં પશુપાલન કરી રહેલા ગોવાળિયાઓ બચી ગયા હતા.પરંતુ પશુઓના મોત હતા પશુપાલકોને આર્થિક મોટો ફટકો વેઠવાનો વારો આવ્યો હતો.
જેના પગલે પશુપાલકોએ તંત્રની ગંભીર બેદરકારી સામે પોતાના પશુઓ ગુમાવ્યા હોવાના આક્ષેપ સાથે ભારે હોબાળો મચાવ્યો હતો.
થામ ગામે વીજ વાયરથી પશુઓના મોત થતા પશુપાલકોને આર્થિક મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.ત્યારે જીઈબીની ગંભીર બેદરકારીના કારણે પશુઓના મોત થયા હોવાના આક્ષેપ પશુપાલકોએ વળતરની માગણી સાથે જીઈબી કચેરીએ ઉગ્ર રજૂઆત કરી હતી.પશુ ગુમાવનારા પશુપાલન હોય પોલીસ ફરિયાદ નોંધવાની કવાયત પણ આરંભી હતી.
પરંતુ ભરૂચ જીલ્લામાં આવી ગંભીર બેદરકારીના કારણે જીઈબી કંપની સામે પણ ભારે આક્રોશ જાેવા મળી રહ્યો છે.જાે આજ વીજવાયરો ખેત મજૂરો કે પશુપાલકો ઉપર પડ્યા હોત અને મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત બન્યા હોય તો તેનો જવાબદાર કોણ ત્યારે આવા પ્રશ્નો ઊભા થતા પશુપાલકોએ પણ જીઈબીની ગંભીર બેદરકારી સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
પશુ ગુમાવનારા પશુપાલકો પોતાના દીકરા ગુમાવ્યા હોય તેવો અનુભવ કરી હૈયાફાટ રૂદન કરતા ગમગીની ફેલાઈ હતી.કારણ કે પશુ પાલન કરીને જ પશુપાલકો પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય ત્યારે આવી આફત આવે ત્યારે પશુ પાલક હંમેશા નિરાધાર બનતો હોય છે ત્યારે પશુઓને મોતના પગલે પશુપાલકોમાં ગમગીની સાથે ભારે આક્રોશ જાેવા મળ્યો હતો.