સૈનિક ગ્રૂપ દ્રારા વધુ એક પહેલ: ચોમાસા પૂર્વે ગરીબોની જમીનો રાહત દરે ખેડી આપવામાં આવશે
(પ્રતિનિધિ) ગોધરા, મોરવા હડફ નવાગામના દેશની રક્ષા કાજે સતત ખડેપગે ફરજ બજાવતાં સૈનિકો પોતાની માતૃભૂમિના રહીશોના જરૂરીયાત મંદોની વ્હારે આવી રહ્યા છે.ગામના બે ફળિયામાં ઉનાળામાં પાણીની પડતી તકલીફ્ના નિવારણ માટે સ્વ ખર્ચે પાણીના ટેન્કર પુરા પાડવાના આપેલા વચનને સૈનિકોએ નિભાવી બતાવ્યું છે .
સતત સવા બે માસ સુધી અનેક મુશ્કેલીઓ સહન કરી સૈનિક ગ્રુપે નવા ગામના હારફળિયા અને ટાંડી ફળિયાના રહીશોને ઉનાળામાં ૩૨૮ ટેન્કર પાણી વિતરણ કરવા ઉપરાંત નલ સે જલ યોજના મારફ્તે ઘર સુધી પાણીની લાઈન શરૂ કરાવી સમસ્યાનો હલ લાવવામાં આવ્યો હતો .
જેના બાદ હવે ગામના આ સૈનિક ગ્રુપ દ્વારા ગામની વિધવા મહિલાઓ અને ગરીબ ખેડૂતોની જમીન ટ્રેકટર વડે ખેડી આપવા માટે પ્રતિ કલાકના થતા ખર્ચમાં ૧૦૦ રૂપિયા ઓછા લેવાનો નીર્ધાર કરી જમીન ખેડી આપવાનો વિધિવત પ્રારંભ કરી દીધો છે . મોરવા હડફ સૈનિક ગ્રુપ દ્વારા ઉનાળામાં ગામના બે ફળિયામાં સ્વ ખર્ચે ટેન્કર વડે પાણી પુરૂ પાડવાનો પ્રારંભ સાથે જાહેર કાર્યક્રમ યોજીયો હતો .તે દરમિયાન સૈનિક ગ્રુપે ચોમાસાના પ્રારંભ સુધી નિ ઃ શુલ્ક પાણી પહોચાડવાની જાહેરાત કરી હતી .
જે મુજબ સવા બે માસ સુધી ૩૨૮ ટેન્કર પાણી પહોંચાડવામાં સફ્ળતા મેળવી હતી . આ અભિયાનના પ્રારંભ વેળાએ ગ્રામજનોની ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એવી જ રીતે પોતાના અભિયાનને પૂર્ણ કરતી વેળાએ પણ જાહેર કાર્યક્રમનું આયોજન કર્યુ હતું .
આ કાર્યક્રમ દરમિયાન પણ સૈનિક ગ્રુપ દ્વારા વધુ એક જાહેરાત કરવામાં આવતાં જ ગ્રામજનોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે.ઉલ્લેખનીય છે કે સૈનિક ગ્રૂપે સતત એક્ટીવ રહી સ્થાનિક ધારાસભ્ય નીમિષાબેન સુથારના સંપર્ક માં રહી હારેડા જૂથ યોજના મારફ્તે પોતાના ગામમાં બે ફળિયામાં નલ સે જલ યોજના કાર્યરત કરાવી દીધી છે જેથી અહીંના રહીશોને આગામી ઉનાળામાં પાણીની સમસ્યાનો સામનો કરવો પડશે નહિં જેથી ગ્રામજનો પણ ગામના સૈનિક ગ્રૂપનો આભાર વ્યક્ત કરી રહ્યું છે .
મોરવા હડફના નવાગામ માંથી એક મહિલા સહિત કુલ ૧૫ વ્યક્તિઓ દેશના રક્ષણ માટે આર્મી , બીએસએફ સહિત પેરામિલેટ્રી ફોર્સમા ફરજ બજાવી રહ્યાછે.ત્રણથી વધુ જવાનો રિટાયર્ડ થયા છે.હજી પણ ગામના યુવકો અને યુવતીઓ દેશ સેવા કાજે સેનામાં જાેડાય એવા પ્રયાસો ગામના સૈનિકોએ એક ગ્રુપ બનાવી શરૂ શરૂ કર્યા છે .
તેમજ વધુ મા આજ ગામના સ્થાનિક અગ્રણી એ પોતાની જમીન ટ્રેનિંગ માટે જ્યાં જાેઈએ ત્યાં આપીશ ની પણ જાહેરાત કરી હતી ગામમાં લશ્કરી ભરતી માટે ટ્રેનિંગ પુરી પાડવા માટે સૈનિક ગ્રુપપ્રયાસ કરી રહ્યું છે ત્યારે તેનાથી પ્રભાવિત થઈ મારી પાસે આ વિસ્તારમાં જમીન ગણી છે માટે જે જ્યાં જગ્યા જાેઈએ ત્યાં આપવા માટે હુ ત્યાર છુ ગામના સ્થાનિક અગ્રણી મોતીભાઇ પાંડોર જણાવ્યું હતુ.