Western Times News

Gujarati News

મણિપુર-ગોધાવી ખાતે ૨૦૦ એકર જમીન પર બનશે ઓલિમ્પિક વિલેજ

આ પ્રોજેક્ટ લગભગ ૪૧૧૯ કરોડ રુપિયાનો-૨૦૩૬માં ઓલિમ્પિકનું આયોજન અમદાવાદમાં કરવાની યોજના

અમદાવાદ, અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં સ્પોર્ટ્‌સને લગતી સુવિધાઓ ઉભી કરવા માટેના સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના ભાગ રૂપે, Ahmedabad Urban Development Authority દ્વારા શહેરના બોપલ વિસ્તાર પાસે આવેલા મણિપુર-ગોધાવી ખાતે ૨૦૦ એકર જમીનમાં ઓલિમ્પિક વિલેજ અને ટ્રેનિંગ સેન્ટર્સ શરુ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. Ahmedabad: Manipur-Godhavi set to get 200-acre Olympics village & training facilities

ઉલ્લેખનીય છે કે સરકારનો આ પ્રોજેક્ટ લગભગ ૪૧૧૯ કરોડ રુપિયાનો છે. એવી આશા સાથે તૈયારી કરવામાં આવી રહી છે કે વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિકનું આયોજન અમદાવાદમાં કરવામાં આવે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, અગાઉ સરકાર તરફથી નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમના પરિસરમાં જ ગેમ્સ વિલેજ અને ખેલાડીઓ માટે અપાર્ટમેન્ટ બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી હતી.

પરંતુ મોટેરા-કોટેશ્વર તેમજ સાબરમતી વિસ્તારમાં ટીપી સ્કીમમાં ફેરફાર થવાને કારણે પ્લોટના માલિકો સાથે વાતચીત કરવામાં સમય લાગી શકે છે. માટે તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે, મણિપુર-ગોધાવી ખાતે આ ઓલિમ્પિક વિલેજ તૈયાર કરવામાં આવે.

AUDAના સૂત્રોએ જણાવ્યું કે, વધારાના કોઈ પણ ખર્ચા વગર જમીનો મેળવવા માટે તંત્રએ ટાઈન પ્લાનિંગના નિયમો અનુસાર કપાત વિસ્તારો પસંદ કર્યા છે. મણિપુર- ગોધાવી વિસ્તારમાં લગભગ ૪૦૦ હેક્ટર જમીનની વિવિધ ટીવી સ્કીમ તંત્ર દ્વારા નક્કી કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા લગભગ ૨૦૦ એકર જમીનનો ઉપયોગ અપાર્ટમેન્ટ, જીમ તેમજ ખેલાડીઓ માટે ટ્રેનિંગની સુવિધાઓ ઉભી કરવા માટે કરવામાં આવશે. નામ જાહેર ન કરવાની શરતે AUDAના એક અધિકારીએ જણાવ્યું કે, ટીપી સ્કીમ ૪૨૯ તેમજ તેની આસપાસની જમીન સહિતની ૪૦૦ હેક્ટર જમીન પર અમે ડેવલપમેન્ટ પ્લાન્સ ઈશ્યુ કરવાનું બંધ કરી દીધું છે.

સ્પોર્ટ્‌સ વિલેજ તૈયાર થઈ શકે તે માટે અમે આ ર્નિણય લીધો છે. રાજ્ય સરકારની યોજના એવી છે કે ઓલિમ્પિક્સ સમાપ્ત થઈ જાય પછી ખેલાડીઓ માટે તૈયાર કરવામાં આવેલા આ અપાર્ટમેન્ટને વેચી દેવામાં આવશે. એક અંદાજ અનુસાર દેશ-વિદેશના કુલ ૧૨,૫૦૦ મહેમાનો તેમાં ભાગ લેશે.

ગેમ્સ વિલેજની વાત કરીએ તો, લગભગ ૭૫૦૦ કાર અને ૧૫,૦૦૦ દ્વિચક્રી વાહનોને સમાવી શકે તેવા પાર્કિંગની વ્યવસ્થા અહીં કરવામાં આવશે. એક વર્ષ પહેલા સરકાર તરફથી આ ૪૧૧૮ કરોડના પ્રોજેક્ટ માટે SPVની યોજના ઘડવામાં આવી હતી.

આ SPV સ્પોર્ટ્‌સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને AUDA વચ્ચે હશે. પ્રાથમિક યોજના એવી હતી કે મોટેરામાં ગેમ્સ વિલેજ ખાતે ૨થી લઈને ૪ બેડરુમના ૩૦૦૦ અપાર્ટમેન્ટ તૈયાર કરવામાં આવશે. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, આમાંથી મોટાભાગના અપાર્ટમેન્ટને હવે મણિપુર-ગોધાવી ખાતે શિફ્ટ કરવામાં આવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.