Western Times News

Gujarati News

અમદાવાદ શહેરમાં સવારથી જ વાહન ચેકિંગ

પ્રતિકાત્મક

અમદાવાદ : જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ રદ કર્યા બાદ આંતકવાદી સંગઠનો દેશભરમાં મોટાપાયે હુમલા કરવા માટે ઘુસણખોરી કરી રહયા છે. આઈબીના ઈનપુટથી ગુજરાત સહિતના રાજયોમાં પોલીસ એલર્ટ બની છે. આજે સવારે શહેરના સી.જી.રોડ પર તથા અન્ય જાહેરમાર્ગો પર એસઓજી તથા અન્ય એજન્સીના અધિકારીઓ દ્વારા સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.

ગુજરાત સહિતના રાજયોમાં આંતકવાદી હુમલાની દહેશતથી કેન્દ્ર સરકારે ગુજરાત, રાજસ્થાન, દિલ્હી સહિતના રાજયોને હાઈ એલર્ટ કર્યાં છે. દિવાળીના તહેવારોમાં આંતકવાદી સંગઠનો સક્રિય બનતા પોલીસતંત્ર દ્વારા અગમચેતીના તમામ પગલાં ભરવામાં આવી રહયા છે. આજે સવારે એસઓજીના અધિકારીઓએ એસપીઆરની ટુકડીને સાથે રાખી શહેરના સી.જી.રોડ તથા એસ.જી. રોડ તથા અન્ય જાહેર માર્ગો પર વાહનોનું ચેકિંગ શરૂ કર્યું છે અને વાહનચાલકોની પુછપરછ પણ શરૂ કરવામાં આવી છે.

સવારથી જ શરૂ કરાયેલા ચેકિંગના કારણે વાહનચાલકોમાં પણ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. દિવાળીના તહેવાર પૂર્વે જ આતંકવાદી હુમલાની દહેશતથી શહેરભરમાં પોલિસ દ્વારા નાઈટ પેટ્રોલીંગ પણ સઘન બનાવવામાં આવ્યું છે અને શહેરમાં પ્રવેશતા તમામ વાહનોનું ચેકીંગ કરવામાં આવી રહ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.