કાશ્મીરમાં PSI નો મૃતદેહ ખેતરમાંથી મળ્યો

શ્રીનગર, જમ્મુ કાશ્મીર પોલીસને એક પોલીસ સબ ઈન્સ્પેક્ટરનો મૃતદેહ અનાજના ખેતરમાંથી મળી આવ્યો છે. એસઆઈની હત્યા કરવામાં આવી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આતંકવાદીઓએ આ ઘટનાને અંજામ આપ્યો છે. મૃતદેહને જાેયા બાદ એવો અંદાજાે લગાવવામાં આવી રહ્યો છે કે, એસઆઈનું અપહરણ કર્યા બાદ તેને સુમસાન જગ્યા પર લઈ જવામાં આવ્યો હતો અને પછી તેની ગોળી મારીને હત્યા કરીને મૃતદેહને ફેંકી દેવામાં આવ્યો હતો.
હાલમાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. મૃતદેહને કબ્જામાં લઈ પોસ્ટમાર્ટમ માટે મોકલવામાં આવ્યોં છે. પોલીસનું કહેવું છે કે, ઘટના સ્થળ પરથી પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે. મૃતક એસઆઈની ઓળખ ફારુક અહમદ મીર પુત્ર અબ ગની મીર નિવાસી સંબૂરા પંપોરના રૂપમાં થઈ છે. પોલીસે જણાવ્યું કે, એસઆઈનો મૃતદેહ સંબૂરામાં અનાજના ખેતરમાં પડેલો મળી આવ્યો હતો.
ફારુક વર્તમાનમાં લેથપોરામાં ૨૩ બીએન આઈઆરપીમાં ઓએસઆઈના રૂપમાં તૈનાત હતા. શરૂઆતમાં હાર્ટ પાસે ગોળીના નિશાનનો ઘાવ મળ્યો છે. તમને જણાવી દઈએ કે, બે દિવસ અગાઉ અનંતનાગમાં આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. તેમાં એક જવાન ઘાયલ થયો હતો. આ ઘટના પડશાહી બાગ વિસ્તારની છે. ઘાયલ પોલીસ જવાનનું નામ અહમદુલ્લા હતું અને તેઓ હેડ કોન્સ્ટેબલ હતા.
જમ્મુ કાશ્મીરમાં હાઈબ્રિડ આતંકવાદી સુરક્ષા એજન્સીઓ માટે એક નવો પડકાર તરીકે ઊભર્યો છે. છેલ્લા ૨ મહિનામાં ટાર્ગેટ કિલિંગની ૬ ઘટનાઓને હાઈબ્રિડ આતંકવાદીઓએ કાશ્મીરમાં અંજામ આપ્યો છે. આતંકવાદીઓની આ એક નવી રીત છે અને હાઈબ્રિડ આતંકવાદી હોવાનો દાવો કરનારા મોટાભાગના સભ્યો લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા છે.જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓના ઈરાદાને સુરક્ષાદળ સતત નિષ્ફળ બનાવી રહ્યા છે. છેલ્લા દિવસોમાં સુરક્ષાબળોએ લશ્કરના આતંકવાદીઓને ઠાર કર્યા છે.SS2KP