શિક્ષિકા અને તેનાં પુત્ર ઉપર સાસરિયાઓનો અત્યાચાર
પુત્રએ હેડફોન તોડી નાંખતા માર માર્યાે : પતિ અને સાસુ-સસરા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતી પરિણિતા |
અમદાવાદ : શહેરનાં સાબરમતી પોલીસ સ્ટેશન હેઠળ સાબરમતી સેન્ટ્રલ જેલ સંકુલમાં શાળાની અંદર નોકરી કરતી શિક્ષિકા ઉપર તેનાં સાસરિયાઓ દ્વારા અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવતાં તથા તેનાં પુત્રને પણ માર મારવામાં આવતાં આખરે પરિણીતાએ સાસરિયાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠ્યા છે.
આ અંગેની વિગત એવી છે કે, શહેરનાં ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી જિજ્ઞાસા નામની યુવતીનાં લગ્ન વડોદરામાં રહેતાં કિન્નર જનકભાઈ પટેલ નામના યુવક સાથે થયાં હતાં. લગ્ન બાદ તેમનો મોટો પુત્ર જયવલ જે હાલ ૯ વર્ષનો છે જ્યારે પુત્રી વિહિ પોણા બે વર્ષની છે.
લગ્ન કર્યા બાદ તે વડોદરા સાસરે ગઈ હતી અને લગ્નના ટૂંક સમયમાં જ પતિ તથા સાસુ-સસરા દ્વારા અત્યાચાર ગુજારવાનો શરૂ કર્યાે હતો અને પીયરમાં કોઈને જાડે વાત કરવાની મનાઈ ફરમાવી હતી. અને જ્યારે પિતાને ફોન કર્યાની વાતની જાણ થાય તો તેને ઢોરમાર મારતાં હતા.
આ દરમ્યાનમાં તેને શિક્ષિકા તરીકે ભરૂચ નોકરી મળી હતી. જાકે સાસુ-સસરા નોકરીની વિરૂદ્ધમાં હતાં. આ દરમ્યાનમાં તા.૫-૭-૧૧ના રોજ અમદાવાદ રાણીપ જેલ વિસ્તારમાં પ્રાયમરી સ્કૂલમાં નોકરી મળતાં જ તે તેના પતિ સાથે ઘાટલોડિયા સીપી નગર સોસાયટીમાં ભાડે રહેવા આવી ગયાં હતાં. અને હાલ તેઓ છેલ્લા પોણા બે વર્ષથી રાણીપમાં આવેલાં આશ્રય-૯ની અંદર રહે છે.
આ દરમિયાનમાં તેના સાસુ-સસરા અવારનવાર અહીંયા આવતાં હતા અને તેઓ તેનાં પતિને ચઢાવી તેના ઉપર અત્યાચાર ગુજારાવતાં હતાં અને તેની મારઝુડ પણ કરતાં હતાં. સાસુ સસરા તેની પુત્રીને વડોદરા જવા માંગતા હતા પરંતુ તેને ના પાડતાં જ તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને લાકડાનો બેટ મારી ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. તેને માર મારી તેઓ ચાલ્યા ગયા હતાં.
આ દરમ્યાનમાં તા.૫મીના રોજ પુત્રએ તેના પિતાનો હેડફોન તોડી નાંખતા તેઓ ગુસ્સે થઈ ગયા હતાં અને ગુસ્સામાં પુત્ર અને જિજ્ઞાસા ઉપર બેટથી હુમલો કરી માર માર્યાે હતો. આ ઘટનાથી માતા જિજ્ઞાસાનો હૃદય કમકમી ઉઠ્યો હતો. પુત્રને માર મારતાં જ આખરે તેણે તેનાં પિતાને જાણ કરી હતી અને આખરે પતિ તેમજ સાસુ-સસરાં વિરુદ્ધ ઘરેલું હિંસાની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.