Western Times News

Gujarati News

અગ્નિપથની હિંસાને પગલે રવિવારે બિહારમાં કોઈ ટ્રેન નહીં દોડાવાય

મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેલવેનો ર્નિણય: સવારે ૪ વાગ્યાથી રાતે ૮ સુધી કોઈ ટ્રેન દોડશે નહીં

નવી દિલ્હી, મુસાફરની સુરક્ષાને ધ્યાનમાં રેલવેએ મોટો ર્નિણય કર્યો છે, બિહારમાં રવિવારે આખો દિવસ કોઈ ટ્રેન દોડશે નહીં. હિંસાને જાેતા આ ર્નિણય કરવામાં આવ્યો છે. સવારે ૪ વાગ્યાથી રાતે ૮ સુધી કોઈ ટ્રેન દોડશે નહીં.
અગ્નિપથ યોજનાના વિરોધમાં બિહારમાં સૌથી વધારે હિંસા થઈ છે.

અહીં રોષે ભરાયેલા લોકોએ ડઝનો ટ્રેનોમાં આગ લગાડી દીધી અને અમુક શહેરો અને કસ્બામાં જાહેર મિલકતને નુકસાન પહોંચાડ્યુ છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર રેલવે સંપત્તિઓની તોડફોડથી માત્ર બિહારમાં ૨૦૦ કરોડ રૂપિયાથી વધારેનુ નુકસાન થયુ છે.

પૂર્વ મધ્ય રેલવેએ હિંસક પ્રદર્શનના કારણે ટ્રેનના પરિચાલનમાં અસ્થાયી પરિવર્તન કર્યુ છે. રેલવેએ જણાવ્યુ કે પ્રદર્શનના કારણે મુસાફરની સુરક્ષાને ધ્યાનમાં રાખતા બીજા ક્ષેત્રીય ટ્રેનોમાંથી ખુલીને પૂર્વ મધ્ય રેલમાંથી પસાર થનારી ટ્રેનોના પરિચાલનમાં અસ્થાયી પરિવર્તન કરાયુ છે.

રેલવેનુ કહેવુ છે કે મુસાફરો અને રેલવે સંપત્તિઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા આ ર્નિણય લેવાયો છે કે તારીખ ૧૮ જૂન ૨૦૨૨એ ૮ વાગ્યાથી ૧૯ જૂન ૨૦૨૨એ ૪ વાગ્યા સુધી તથા પુનઃ ૧૯ જૂન ૨૦૨૨ એ ૮ વાગ્યાથી ૨૦ જૂન ૨૦૨૨એ ૮ વાગ્યા સુધી જ પૂર્વ મધ્ય રેલથી પસાર થનારી ટ્રેનોનુ પરિચાલન કરવામાં આવશે.

રેલવેએ શુક્રવારે જાણકારી આપી કે હિંસક પ્રદર્શનના કારણે ૩૦૦થી વધારે ટ્રેનો પ્રભાવિત થઈ છે, જ્યારે ૨૩૪ રદ કરાઈ ચૂકી છે. ૭ ટ્રેન આગની ચપેટમાં આવી છે. પ્રદર્શનના કારણે ૯૪ મેલ અને એક્સપ્રેસ ટ્રેન જ્યારે ૧૪૦ પેસેન્જર ટ્રેન રદ કરાઈ ચૂકી છે. ૬૫ મેલ અને એક્સપ્રેસ ટ્રેન અને ૩૦ પેસેન્જર ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી છે. રેલવેએ ૧૧ મેલ અને એક્સપ્રેસ ટ્રેનનો માર્ગ બદલી દીધો છે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.