Western Times News

Gujarati News

સુરતથી અમદાવાદ જતા પરિવારને નડ્યો અકસ્માતઃ૩ના મોત

હાઈવે પર પાર્કિંગમાં ઉભેલા આઈસર પાછળ કાર ઘુસી જતા એક બાળક અને બે પુરુષો સહિત ત્રણના મોત

વડોદરા, વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર પાર્કિંગમાં ઉભેલા આઈસર પાછળ કાર ઘુસી જતા માર્ગ મરણચીસોથી ગુંજ્યો હતો. ધડાકાભેર સર્જાયેલા આ અકસ્માતમાં એક બાળક અને બે પુરુષો સહિત ત્રણના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા.

આ રક્તરંજિત બનાવને લઇને સમગ્ર પંથકમાં હડકંપ મચી ગયો છે. ગંભીર અકસ્માતમાં કારનો બુકડો બોલી ગયો હતો. બીજી તરફ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ સ્ટાફે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી.
વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈ-વે આજે લોહિયાળ બન્યો છે.

આ હાઇ-વે પર આવેલા મહેમદાવાદ નજીક સૂંઢા વણસોલ પાસે અકસ્માતની કરુણ ઘટના પ્રકાસમાં આવી છે. સુરતનો પરિવાર કાર મારફતે અમદાવાદ આવી રહ્યો હતો. આ દરમિયાન કારચાલકે બેફામ સ્પીડે કાર ચલાવી સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર પાર્કિંગમાં ઉભેલા આઈસર સાથે ધડાકાભેર ટકરાઇ હતી.

આ કરુણ ઘટનામાં ૬ વ્યક્તિઓને ગંભીર ઇજા થવા પામી હતી. જેમાં બાળક, કાર ચાલક સહિત ત્રણને સારવાર મળે તે પહેલા જ કાળ આંબી ગયો હતો. જેને લઈને પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. આ ઉપરાંત અન્ય ત્રણ વ્યક્તિઓને પણ ગંભીર ઇજા પહોંચતા તાબડતોબ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આ મામલે પોલીસને જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો મારતે ઘોડે ઘટનાસ્થળે દોડી ગયો હતો. જ્યાં મૃતદેહને બહાર કાઢી અને ઇજા સુષ્માબેન ચંદ્રકાંતભાઈ સુરતી (ઉ.વ. ૪૫), ક્રિષ્ના ચંદ્રકાંતભાઈ સુરતી (ઉ.વ. ૨૦) અને ત્રિષા ચંદ્રકાંતભાઈ સુરતી (ઉ.વ. ૧૨)ને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવા સહિતની કાર્યવાહી આરંભી હતી.

મહત્વનું છે, કે રાજ્યમાં માર્ગ અકસ્માતને પગલે અનેક લોકો મોતના ખપ્પરમાં હોમાયા છે તેવામાં વધુ એક અક્સ્માતની ઘટના સામે આવતા ચકચાર મચી છે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.