ઘરઘાટીને બંધક બનાવીને લૂંટ બે આરોપીઓની ધરપકડ કરાઈ
અમદાવાદ , અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમા આવેલી નુતન સોસાયટીમા હથિયાર દ્વારા ઘરઘાટીને બંધક બનાવીને લૂંટ કરનાર બે આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીએ લૂંટ કરવા માટે મધ્યપ્રદેશથી લૂંટારાના બોલાવીને લૂંટને અંજામ આપ્યો. જાે કે સીસીટીવી ફુટેજના આધારે ક્રાઈમ બ્રાંચે આરોપીઓને ઝડપી લીધા છે.
પોલીસ કસ્ટડીમા દેખાતા આરોપી અરૂણસિંહ ઉર્ફે અન્ના રાઠૌર અને બિરેન્દ્ર રાઠૌરની લૂંટ કેસમા ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. પાલડી વિસ્તારમા આવેલી નૂતન સોસાયટીમા આરોપી અને તેના સાગીરતોએ હથિયાર સાથે ઘરઘાટીને બંધક બનાવીને ૫૦ હજારની રોકડ અને સોના-ચાંદીના દાગીનાની લૂંટને અંજામ આપ્યો હતો. આ લૂંટારાઓ સીસીટીવીમા કેદ થઈ ગયા હતા.
જે બાઈક લઈને ઓઢવ રીંગ રોડ પહોચ્યા અને બાઈક બીનવારસી મુકીને ફરાર થઈ ગયા હતા. જે સીસીટીવીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે અરૂણસિંહ અને બિરેન્દ્રની ધરપકડ કરી હતી.
આ લૂંટ કેસમાં માસ્ટર પ્લાન કરનાર અરૂણસિંહ રાઠૌર હતો. જેણે મધ્યપ્રેદશના મુરૈના ગામથી પોતાના મિત્રોને લૂંટ કરવા માટે બોલાવ્યો હતો. બિરેન્દ્રની સાથે અન્ય ત્રણ આરોપીઓ લૂંટ કરવા માટે અમદાવાદ આવ્યા હતા. લૂંટ કરવા માટે આરોપી અરૂણસિંહ અને તેના સાગરીતોએ એલ જી હોસ્પીટલમાંથી બાઈકની ચોરી કરી હતી.
આ બાઈક પર જ આરોપીએ નુતન સોસાયટીમા રેકી કરી હતી. લૂંટના દિવસે બિરેન્દ્ર સોસાયટીની બહાર ઉભો રહ્યો હતો.જયારે અન્ય આરોપીઓ હથિયાર સાથે સોસાયટીમા પ્રેવશ કરીને ઘરઘાટીને બંધક બનાવીને લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. આ લૂંટારાઓએ ૧૩ હજાર આ બન્ને આરોપીઓને આપ્યા અને અન્ય મુદ્દામાલ લઈને મધ્યપ્રદેશ ફરાર થઈ ગયા હતા.
પકડાયેલા આરોપી અરૂણસિંહ રાઠૌર આઠ વર્ષ પહેલા તેના ભાઈઓ રીશી અને પ્રદિપ સાથે મળીને ૧૨ લાખની લૂંટ કરી ત્યારે તે પકડાઈ ચુકયો હતો. જેલમાંથી છુટીને મહેમદાબાદ નજીક પેટ્રોલ પંપમા નોકરી કરે છે. જયારે બિરેન્દ્ર અગાઉ હરિયાણામા કેટરીગમા વેઈટર તરીકે નોકરી કરતો હતો.
૨૫ દિવસ પહેલા જ અમદાવાદ આવીને અરૂણસિંહ સાથે નોકરી કરવા લાગ્યો હતો. આ આરોપીએ પોતાના અન્ય મિત્રો સાથે મળીને લૂંટનુ ષડયંત્ર રચ્યુ હતું. ક્રાઈમ બ્રાંચે આરોપીઓને પાલડી પોલીસને સોપ્યા છે. પોલીસે આ લૂંટ કેસમા વોન્ટેડ ૩ આરોપીની શોધખોળ શરૂ કરી છે.SS3KP