વડોદરાને હવે M.S. યુનિવર્સિટી સાથે સ્પોર્ટ તથા સેન્ટ્રલ યુનિવર્સિટી પણ મળી

રેલ્વેના વિવિધ પ્રોજેક્ટ્સ ગુજરાતની વિકાસની ગતિને બળ આપશે તેમ કહેતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉમેર્યું કે, આ પ્રોજેક્ટ કાર્યાન્વિત થતાં ગુજરાતના બંદરો સાથે કનેક્ટિવિટી વધશે અને તેનાથી આર્થિક ગતિવિધિ વધવાની સાથે સ્થાનિક રોજગારીનું સર્જન થશે. કનેક્ટિવિટી વધતા આજે કચ્છની કેરી વિદેશમાં પહોંચી છે, તે સફળ ઉદાહરણ છે.
દેશની પહેલી રેલવે ઇન્સ્ટીટ્યુટ વડોદરામાં હતી. હવે તે ભારતીય ગતિશક્તિ યુનિવર્સિટીમાં રૂપાંતરિત કરવામાં આવી છે. દેશભરના વિદ્યાર્થીઓને તેનો લાભ મળશે અને પીએમ ગતિશક્તિ યોજનાના વિવિધ પ્રોજેક્ટ અને સંશોધનો કાર્યો અહીં હાથ ધરાશે. Prime minister Narendra Modi with Vice Chancellor Prof. Rama Shankar Dubey at the Foundation Stone laying ceremony of Central University of Gujarat, permanent campus, Vadodara, Gujarat
વડોદરાને હવે એમ. એસ. યુનિવર્સિટી સાથે સ્પોર્ટ યુનિવર્સિટી તથા સેન્ટ્રલ યુનિવર્સિટી પણ મળી રહી છે. આદિવાસી વિસ્તાર એવા ગોધરાને ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને નર્મદાને બિરસા મુંડા યુનિવર્સિટી આપીને આ વિસ્તારમાં શિક્ષણની નવી દિશા ખોલવામાં આવી છે.
સરકાર, સહકાર અને પરોપકારની વિશેષતા અને જનભાગીદારીથી ગુજરાતે વિકાસની નૂતન યોજનાઓ અમલમાં મૂકી છે. જે ભાવિ પેઢીને ઉત્તમ બનાવશે અને ગુજરાત વિકાસની નવી ઉંચાઇઓ હાંસલ કરશે. જનશક્તિના આશીર્વાદની અમે દેશને નવી ઉંચાઇઓ સુધી લઇ જવામાં કોઇ પાછી પાની નહીં કરીએ, તેમ પ્રધાનમંત્રીશ્રીએ ઉમેર્યું હતું. માતૃશક્તિ, મા ભારતીની સેવા કરવાનું સામર્થ્ય આપે એવી અપેક્ષા પણ તેમણે વ્યક્ત કરી હતી.
વડોદરાના સાથે સંસ્મરણો વાગોળતા ભાવુક થયેલા શ્રી મોદીએ કહ્યું કે, વડોદરા માતૃશક્તિના ઉત્સવ માટે યોગ્ય શહેર છે. વડોદરા માની જેમ સંસ્કાર આપે છે, એટલે જ આ શહેર સંસ્કારી નગરી છે. આ શહેર સુખદુઃખમાં સાથ આપવા સાથે આગળ વધવાની તકો આપે છે. આ શહેરે મને સાચવ્યો છે.
આ નગર પ્રેરણાનું નગર છે. સ્વામિ વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ, વિનોબા ભાવે અને બાબા સાહેબ આંબેડકર જેવા મહાપુરુષોને આ શહેરે પ્રેરિત કર્યા છે. સ્વામિ વિવેકાનંદ સાથે સંકળાયેલું સ્મારક દિલારામ બંગલો રામકૃષ્ણ મિશનને અર્પણ કરવાનું સૌભાગ્ય મને મળ્યું હતું. રાષ્ટ્રસેવાનું દાયિત્વ પણ મને વડોદરાના નવનાથ અને કાશી વિશ્વનાથના આશીર્વાદથી મળ્યું છે.