ધનતેરસના દિવસે કરો આ મૂર્હતે પૂજા અને આ વસ્તુઓની ખરીદી
પાંચ દિવસના દિવાળીના મહાપર્વ ધનતેરસની સાથે આજથી પ્રારંભ થઈ રહ્યો છે. કાર્તિક માસની તેરસના દિવસે ધનતેરસ તરીકે ઉજવાય છે. કેટલીક માન્યતા અનુસાર ધનતેરસ પર ભગવાન ધનવંતી, કુબેર અને યમરાજની પૂજા કરવામાં આવે છે. આ દિવસ દેવતાઓની આરાધના કરવામાં આવે છે. છે. ધનતેરસ બાદ કાળીચૌદસ, દીવાળી, મહાલક્ષ્મી પૂજન, ગોવર્ધન પૂજન અને ભાઈબીજ સાથેનો મહાપર્વ સમાપ્ત થશે.
ધનતેરસના આ દિવસે ભગવાન ધનવંતરિ અને કુબેરની પૂજા કરો. આ દિવસની ચાંદી અથવા કોઈ પણ ધાતુની ખરીદીની કરવાથી ધનલાભ થાય છે. આ દિવસ ચોપડાની પૂજા પણ શુભ માનવામાં આવે છે. ચોપડા પૂજનથી ધંધામાં તેજી આવે છે અને ઘરાકી વધે છે.
આજના પવિત્ર દિવસના નીચે મુજબના શુભ સમય છે
ધનતેરસ શુભ મુહૂર્ત અને પંચાંગ
धनतेरस तिथि- 25 अक्टूबर, 2019
ત્રિકોણશી તિથિ પ્રારંભ- સાંજે 7 વાગ્યાથી 8 મિનિટ પછી
ત્રિયોદશી તિથિ સમાપ્ત- 26 ઓક્ટોબર બપોર 3 વાગીને 36 મિનીટ પછી
25 ઓક્ટોબર, 2019 ધનતેરસ પૂજાના મૂર્હત
સાંજે 7. 08 મિનિટથી 08. 14 સુધી
પ્રદોષ – સાંજે 05.38 મિનિટથી રાત્રે 08.13 સુધી
વૃષભ કાલ- સાંજે 06.50 મિનિટથી રાત્રે 08.45 મિનિટ
ધનતેરસ પર સોના, ચાંદી, પીત્તળ, સ્ટીલમાંથી બનેલી ચીજો ખરીદી શકો છો જે ખુબ શુભ ગણાય છે. આ વસ્તુઓની ખરીદીથી માતા લક્ષ્મીની કૃપા મળતી રહે છે. ધનતેરસ પર ચોપડાઓની ખરીદી પણ શુભ ગણાય છે.