અંકલેશ્વરના પિરામણમાં કચરો ગામમાં અને કચરા પેટીઓ ગામના ઉકરડામાં?

જાગૃત નાગરિક દ્વારા પિરામણ ગ્રામ પંચાયત અને તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ
(પ્રતિનિધિ)ભરૂચ, પીરામણ પંચાયત નું અનોખું સફાઈ અભિયાન સામે આવ્યું છે. કચરો ગામમાં અને કચરા પેટીઓ ગામ-ઉકરડા માં જાેવા મળી રહ્યા છે.ગામના જ જાગૃત નાગરિક દ્વારા પિરામણ ગ્રામ પંચાયત અને તાલુકા વિકાસ અધિકારી ની ફરિયાદ કરી હતી. ત્રણ વર્ષ પહેલા ખરીદાયેલ ૧૦ થી વધુ કચરા પેટીઓ વગર વપરાય પીરામણ ગ્રામ પંચાયત ની ડમ્પિંગ સાઈટ પડેલી હાલતમાં જાેવા મળી રહી છે.
અંકલેશ્વર તાલુકાના પીરામણ ગ્રામ પંચાયત દ્વારા કચરાના નિકાલ માટે ત્રણ વર્ષ પહેલા ખરીદેલી ૧૦ થી વધુ કચરા પેટીઓ વગર વપરાય પીરામણ ગ્રામ પંચાયત ની ડમ્પિંગ સાઈટ માં પડી છે.જે હાલ ભંગાણ હાલત માં છે અને આવનારા ચોમાસા માં તેમાં વધુ ભંગાણ થવાની શક્યતા છે.
ગામમાં રસ્તાઓ પર જાહેર માં કચરા ના ઢગલાઓ થયેલ છે તો આ કચરો કચરા પેટી માં જવો જાેઈએ. તેમ ના થતા કચરા પેટીઓ જ ઉકરડા માં પહોંચી ગઈ છે.સરકારી નાણા ના થયેલ દુરુપયોગ બાબતે લેખિત ફરિયાદ ગામના જ આગેવાન અને જાગૃત નાગરિક શબ્બીર ઈસ્માઈલ ઉના દ્વારા સરપંચ પીરામણ ગ્રામ પંચાયત અને તાલુકા વિકાસ અધિકારીને કરી છે.
આ અંગે શબ્બીર ઈસ્માઈલ ઉનીયા એ જણાવ્યું હતું કે પીરામણ ગામમાં કચરા પેટીઓ વપરાયા વગર ઉકરડા માં સડી રહી છે તેથી મેં ગામના જાગૃત નાગરિક તરીકે ની મારી ફરજ ના ભાગ રૂપે મેં પીરામણ ગ્રામ પંચાયત ના સરપંચ અને તાલુકા વિકાસ અધિકારીને લેખિત માં જણાવ્યું છે કે જાે વપરાશ કરવો ના હતો તો
આ પેટી ઓ ની ખરીદી કેમ કરવામાં આવી? ખરીદ બાદ ઉપયોગ કેમ કરવામાં આવ્યો નથી? કચરા પેટીનો ઉપયોગ નથી અને કચરા ના નિકાલ માટે અન્ય ખર્ચ કેમ કરવામાં આવે છે? સરકારી નાણાં ના થયેલ દુરુપયોગ માટે કોણ જવાબદાર? મારા આ પ્રશ્નો બાબતે તપાસ કરવામાં આવે
અને ભવિષ્ય માં પણ જાે પીરામણ ગ્રામ પંચાયત માં આ પેટી ઓ નો ઉપયોગ ના થવાનો હોય તો પેટીઓ માં વધુ ભંગાણ સર્જાય તે પહેલા એનો નિકાલ/વેચાણ કરવામાં આવે. અન્યથા સરકારી નાણાં માંથી ખરીદાયેલ આ પેઢીઓ અન્ય પંચાયત ના સ્વચ્છતા અભિયાન અર્થ અન્ય જરૂરિયાત વાળી પંચાયતો ને માં દાન આપવામાં આવે જેથી સરકારી નાણા નો સદ-ઉપયોગ થઇ શકે છે.