અંકલેશ્વરમાંથી ૧૦ કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે એકની ધરપકડ

(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ ભાટવાડ વિસ્તારમાં આવેલા જુનેદ કોમ્પ્લેક્ષના એક મકાન માંથી ભરૂચ એસ.ઓ.જી.પોલીસે ૧૦ કિલોથી વધુ નો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો.પોલીસે કુલ ૧.૬ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી એક સુરત થી ગાંજાે લાવનાર ગાંજાે કારોબાર કરતા સોયેબ ની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ એસ.ઓ.જી પોલીસ મથક સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.આ દરમ્યાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ ના ભાટવાડ વિસ્તારમાં આવેલા જુનેદ કોમ્પ્લેક્સમાં રહેતા મોહંમદ સોયેબ અબ્દુલ ગની શેખ પોતાના મકાનમાં ગાંજાનું વેચાણ કરી રહ્યો છે.
ને મોટા પાયે જથ્થો ઘરમાં સંગ્રહ કર્યો હોવાની માહિતી મળી હતી.જે બાતમી ના આધારે દરોડા પાડ્યા હતા. પોલીસ ને ઘરના સોફાસેટ ના ખૂણામાંથી સેલોટેપ વીંટાળેલ બે પેકેટ માંથી ૧૦ કિલો ૧૦૬ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.જેથી પોલીસે ગાંજાે અને મોબાઈલ ફોન મળી કૂલ ૧ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો
અને નશીલા પદાર્થ ના સોદાગર મોહંમદ સોયેબ અબ્દુલ ગની શેખ ની ધરપકડ કરી હતી.ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યો હોવાની પ્રાથમિક પૂછપરછ કરતા તેણે સુરતના અશ્વિનીકુમાર ઝુપડપટ્ટી માંથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું.પોલીસે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.