પાલનપુર દિવ્યાંગ એજયુકેશન સેન્ટરને ડો. શંકરભાઈએ આપેલું દાન

(તસ્વીરઃ ભગવાનભાઈ સોની,પાલનપુર) તા. ૧૬-૦૬-૨૦૨૦૦ ના રોજ ડો. શંકરભાઇ કે. મેવાડા લાયન્સ દિવ્યાંગ એજ્યુકેશન અને તાલીમ સેન્ટર પાલનપુર ખાતે સેન્ટર નું નામ જેમની સાથે જાેડાયેલ છે અને મુખ્ય દાતા ડો. શંકરભાઇ કે. મેવાડા સેંટરની મુલાકાતે આવ્યા હતા અને તમામ બાળકો તમજ સ્ટાફ મિત્રો સાથે ચર્ચા કરી હતી.
આ પ્રસંગે ડો. શંકરભાઇ મેવાડા તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાના જન્મ દિવસે સેન્ટરના નિભાવ ખર્ચ માટે રૂપિયા બે લાખની માતબર રકમનું અનુદાન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ પાલનપુર ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખશ્રી શ્રી પ્રકાશભાઈ અગ્રવાલ , મેનેજિંગ ટ્રસ્ટી શ્રી દીપકભાઈ શાહ , ખજાનચી શ્રી અમૃતભાઇ પટેલ
તેમજ લાયન્સ ક્લબ ઓફ પાલનપુર ના ખજાનચી પુષ્પાબેન પુરોહિત, દિવ્યાંગ સેન્ટરના ચેરમેન શ્રીઑ શ્રી કનુભાઈ દવે અને વાસુભાઈ મોદી અને અંધજન મંડળ ના કોઓર્ડિનેટર વનરાજસિંહ ચાવડા દિવ્યાંગ સેન્ટર ના સ્ટાફ મિત્રો અને મોટી સંખ્યા માં દિવ્યાંગ બાળકો ઉપસ્થિત રહ્યા હતા
અને દાતાશ્રી ડો. શંકરભાઈ કે. મેવાડા સાહેબનો સેન્ટર પ્રત્યે ની તેમની લાગણી માટે હદય પૂર્વક આભાર માનવમાં આવ્યો હતો.