૯૦ ગામના ખેડૂતોએ રિવાઈઝ જંત્રી મુજબ વળતર ચૂકવવાની માંગ સાથે કલેકટર કચેરી ગજવી

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના ૯૦ ગામના ખેડૂતોએ પોતાની જમીન સરકારને આપવા તૈયાર પરંતુ દક્ષિણ ગુજરાતના ખેડૂતોને જે જંત્રી પ્રમાણે વળતર ચુકવવામાં આવ્યુ છે.તે જ જંત્રી પ્રમાણે ખેડૂતોને જમીન નું સન્માન વળતર ચૂકવવામાં આવે
તેવી માંગ સાથે ૯૦ ગામના ખેડૂતોએ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવી સમસ્યાનો અંત લાવવાની માંગ કરી હતી ખેડૂતોની સમસ્યાનો અંત નહીં આવે તો આગામી દિવસોમાં સરકારના મહત્વકાંક્ષી ત્રણ પ્રોજેક્ટ ઉપર રોક લગાડી દેવાની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે.
સરકારની મહત્વકાંક્ષી યોજનાઓ વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે અને બુલેટ ટ્રેન ભાડભૂત બેરેજ યોજનાઓમાં જમીનો સંપાદિત કરવામાં આવી છે.આ યોજના પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી અને વલસાડમાં બુલેટ ટ્રેન અને વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેમાં જમીન સંપાદન અધિનિયમ ૨૦૧૩ની કલમ ૨૬(૨) મુજબ વળતર ચૂકવાયું છે.
ત્યાર બાદ જ ખેડૂતોઓ જમીનનો કબજાે સુપ્રત કર્યો છે જે યોજના પ્રમાણે ભરૂચ જિલ્લાના ખેડૂતોને દક્ષિણ ગુજરાતના ખેડૂતો જેટલું વળતર ન આપતા ભરૂચ જિલ્લાના ખેડૂત સમન્વય સમિતિના નેજા હેઠળ સરકારની વળતર મુદ્દે વહાલા-દવલાની નીતિ સામે નારાજગી વ્યક્ત કરી
ફરી એક વખત મેદાનમાં ઉતરી જિલ્લા સમાહર્તાને આવેદન પત્ર પાઠવી વળતર નહિ અપાય તો ભરૂચ જિલ્લામાંથી પસાર થતા મહત્વકાંક્ષી પ્રોજેક્ટની કામગીરી બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે.ભરૂચ જીલ્લાના ખેડૂતોની વેદનાઓ સરકાર નહીં સાંભળે તો અને ખેડૂતોની જમીનની જંત્રી પ્રમાણે વળતર નહીં ચૂકવે તો
આગામી દિવસોમાં ખેડૂતો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી સાથે એક આવેદનપત્ર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,મહેસુલ મંત્રી રાજેશભાઈ ત્રિવેદી,ગુજરાત પ્રદેશ પ્રમુખ આર પાટીલને સંબોધી ભરૂચ જીલ્લા કલેકટરને સુપરત કર્યું હતું.