16,000 કરોડ રૂપિયાથી વધુની રેલવે પરિયોજનાઓના માધ્યમથી ક્ષેત્રમાં રેલવે કનેક્ટિવિટીને મોટી વૃદ્ધિ

માનનીય વડાપ્રધાને વડોદરામાં ગુજરાત ગૌરવ અભિયાનમાં ભાગ લીધો
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ વડોદરામાં ગુજરાત ગૌરવ અભિયાનમાં ભાગ લીધો. એમણે રાજ્યમાં કુલ 21,000 કરોડ રૂપિયાની વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. આ અવસરે લાભાર્થી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય અને રાજ્ય મંત્રી, જનપ્રતિનિધિ અને જાણીતી વ્યક્તિઓ ઉપસ્થિત હતા.
માનનીય વડાપ્રધાનને 10,000 કરોડ રૂપિયાથી વધુની વિવિધ રેલવે પરિયોજનાઓને રાષ્ટ્રને સમર્પિત કરી તેમજ આધારશિલા મૂકી. આમાં ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરના 357 કિલોમીટર લાંબા ન્યૂ પાલનપુર-મદાર સેક્શન, 166 કિલોમીટર લાંબા અમદાવાદ-બોટાદ સેક્શનનું ગેજ પરિવર્તન,
બોટાદ – અમદાવાદ ટ્રેન સેવાને મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ@Bhupendrapbjp @AshwiniVaishnaw @pkumarias @DarshanaJardosh @RailMinIndia @WesternRly @jitu_vaghani @DrMunjparaBJP @saurabhpatelguj @imBhupendrasinh @CollectorAhd @Collectorbotad @InfoGujarat pic.twitter.com/pGMRSkPTKl
— Info Ahmedabad GoG (@ahmedabad_info) June 19, 2022
81 કિલોમીટર લાંબા પાલનપુર-મીઠા સેક્શનનું ઇલેક્ટ્રીફિકેશન અને 114 કિલોમીટર લાંબા પાલનપુર-રાધનપુર સેક્શનનું દ્વિકરણ વગેરેને રાષ્ટ્રને સમર્પણ સામેલ છે. એમણે લોકોમોટિવ મેઈનટેનન્સ ડિપો, ગાંધીધામને પણ રાષ્ટ્રને સમર્પિત કર્યું જ્યાં નવીનતમ 4500hp અને 6000hp એન્જિનોનું નિભાવ કરાશે. આનાથી ટ્રેન સંચાલનમાં તેમની ઉપલબ્ધતામાં વધારો થશે.
માનનીય વડાપ્રધાને રેલવે ક્ષેત્રમાં અન્ય શરૂઆતોની સાથે ગુજરાતના ચાર સ્ટેશનોના પુનઃવિકાસની આધારશિલા મૂકી. મહેસાણા-પાલનપુર સેક્શનના દ્વિકરણ કાર્યના શિલાન્યાસની સાથે જ તેમણે ગુજરાતમાં વિજાપુર-આંબલિયાસણ, નડિયાદ-પેટલાદ, કલોલ-કડી-કટોસણ, આદરજ મોટી-વિજાપુર, જંબૂસર-સામની, પેટલાદ-ભાદરણ, હિંમતનગર-ખેડબ્રહ્મા સેક્શનોના ગેજ પરિવર્તન કામનું પણ શિલાન્યાસ કર્યું.
આ પરિયોજનાઓથી લોજિસ્ટિક ઓછું કરવા અને ક્ષેત્રમાં ઉદ્યોગ અને કૃષિ ક્ષેત્રની વૃદ્ધિમાં મદદ થશે. આ પરિયોજનાઓના ક્ષેત્રમાં કનેક્ટિવિટીમાં પણ સુધારો થશે અને યાત્રી સુવિધાઓ પણ વધશે. માનનીય વડાપ્રધાને એનએઆઈઆર પરિસર, વડોદરામાં ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ભવનનીં આધારશિલા પણ મૂકી. આ આધુનિક સુવિધાઓથી સભર અત્યાધુનિક ભવન હશે.
માનનીય વડાપ્રધાને જણાવ્યું કે ગુજરાતમાં પર્યટન વિકાસના ઉપાયોથી વડોદરાને ઘણો ફાયદો થશે. પાવાગઢ, કેવડિયાને પર્યટન હબ તરીકે વિકસિત કરવામાં આવ્યા છે. વડોદરા રેલવે અને હવાઈના પાયાના માળખામાં મોટા સ્તરે સુધારો દેખાઈ રહ્યો છે.