તારક મેહતા કા ઉલ્ટા ચશ્માનો ટપ્પુડો ૨૫નો થયો

મુંબઈ, ભવ્ય ગાંધીનો આજે ૨૦ જૂનનાં જન્મ દિવસ છે. તેનાં ફેન્સ અને ફ્રેન્ડ્સ તેને તેનાં ૨૫માં જન્મ દિવસ પર વધામણાં આપી રહ્યાં છે. તે હાલમાં જ ગુજરાતી ફિલ્મ ‘કહેવતલાલ પરિવાર’માં નજર આવ્યો. પણ દર્શકો તેને ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’નાં ટપ્પુડાથી જ ઓળખે છે. ભવ્ય ગાંધીએ અભિનયની શરૂઆત બાળ કલાકાર તીરીકે કરી હતી. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ તેનો પહેલો શો હતો.
દર્શકોએ તેને એક બાળક તરીકે જાેયો છે. પણ આજે તે ૨૫ વર્ષનો યુવાન થઇ ગયો છે. ભવ્યનો જન્મ ૨૦ જૂન ૧૯૯૭નાં રોજ એક ગુજરાતી પરિવારમાં થયો. તે મુંબઇમાં તેનાં પરિવારની સાથે રહે છે.
તેનાં પિતા બિઝનેસમેન હતાં. ગત વર્ષે કોવિડનાં કારણે તેમનું નિધન થઇ ગયું, તે પિતાને અસલી હિરો માને છે. ભવ્ય કોમર્સ ગ્રેજ્યુએટ છે. તે વર્ષ ૨૦૦૮થી ૨૦૧૭ સુધી ટીવી શૉ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સાથે જાેડાયેલો હતો. ભવ્ય કોમર્સ ગ્રેજ્યુએટ છે. તે વર્ષ ૨૦૦૮થી ૨૦૧૭ સુધી ટીવી શૉ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સાથે જાેડાયેલો હતો.
ભવ્યએ વર્ષ ૨૦૧૯માં ફિલ્મ ‘શાદી કે સિયાપે’માં ખાસ રોલ અદા કર્યો કહતો. ભવ્યએ વર્ષ ૨૦૧૦નાં હિન્દી ફિલ્મ ‘સ્ટ્રાઇકર’માં પહેલી વખત કામ કર્યું હતું. ભવ્ય અલગ અલગ જાેનરની ઘણી ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચુક્યાં છે. ભવ્યની સોશિયલ મીડિયા પર સારી ફેન ફોલોઇંગ છે. તેને ઇન્સ્ટાગ્રામ પર ૬ લાખથી વધુ લોકો ફોલો કરે છે.SS1MS