હિમાચલમાં ટ્રીંબલ ટ્રેલ રોપવે અટકતાં ૧૩ ફસાયા

સોલન, હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં ટ્રીંબલ ટ્રેલ રોપવે અધવચ્ચે અટકાઇ ગયો છે. જેથી હવામાં કેબલ કાર ફંસાઇ ગઇ છે આ લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
કેબલ કારની અંદર ફસાયેલા લોકોના વીડિયો પણ સામે આવ્યા છે. વીડિયો દ્વારા લોકો તેને બચાવવા માટે અપીલ કરી રહ્યા છે, એક વ્યક્તિએ જણાવ્યું કે તે દોઢ કલાકથી ટ્રોલીની અંદર ફસાયેલો છે અને કોઈ મદદ મળી નથી.
જાે કે હવામાં ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે અને રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.
સોલનના કોંગ્રેસના ધારાસભ્ય કર્નલ ધની રામ શાંડિલે જણાવ્યુ કે, ડીસી સાથે વાતચીત કરવામાં આવી છે. ટૂંક સમયમાં જ બધાને બહાર કાઢવામાં આવશે અને સેનાની મદદ લેવામાં આવશે. આ કેબલ કાર રસ્તાની વચ્ચે જ અટકી ગઈ હતી અને તેના કારણે સમસ્યા સર્જાઈ હતી.ss2kp