સેન્સેક્સ ૨૩૭ અને નિફ્ટી ૫૭ પોઈન્ટ સુધી ઊછળ્યો

મુંબઈ, સોમવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શેરો ધરાવતો સેન્સેક્સ ૨૩૭ પોઈન્ટના વધારા સાથે ૫૧,૫૯૮ પર બંધ થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૫૭ પોઈન્ટના વધારા સાથે ૧૫,૩૫૦ પર બંધ થયો હતો. સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે શેરબજારે લીલા નિશાન પર ટ્રેડિંગ શરૂ કર્યું અને પાછલા દિવસોથી સતત ઘટાડા પર બ્રેક લગાવી અને અંતે લીલા નિશાન પર બંધ થયું.
એક તરફ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શેરો વાળા સેન્સેક્સ ૨૩૭ પોઈન્ટના ઉછાળા સાથે ૫૧,૫૯૮ પર બંધ થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૫૭ પોઈન્ટના વધારા સાથે ૧૫,૩૫૦ પર બંધ થયો હતો.
અગાઉ બીએસઈ સેન્સેક્સ ૧૪૦ પોઈન્ટ ઉછળીને ૫૩,૫૦૦ના સ્તરે ખુલ્યો હતો, જ્યારે એનએસઈનો નિફ્ટી ૨૫ પોઈન્ટ વધીને ૧૫,૩૧૮ના સ્તરે ખુલ્યો હતો.
નોંધનીય છે કે ગત સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે શેરબજાર સતત છઠ્ઠા દિવસે ઘટાડા સાથે બંધ થયું હતું. બીએસઈ સેન્સેક્સ ઈન્ડેક્સ ૧૩૫ પોઈન્ટ ઘટીને ૫૧,૩૬૦ પર જ્યારે એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ ૬૭ પોઈન્ટ ઘટીને ૧૫,૨૯૩ પર બંધ થયો હતો.ss2kp