બનાસકાંઠામાં પાટીલના જીજ્ઞેશ મેવાણી ઉપર પ્રહાર
બનાસકાંઠા, ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ બનાસકાંઠાની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં ડીસામાં બનેલી ખાનગી હોસ્પિટલનો પ્રારંભ કરાવ્યો હતો.આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પ્રેસ કોન્ફરન્સ કરી વડગામ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી સામે નિશાન સાધ્યું હતું. જીજ્ઞેશ મેવાણીએ વડગામમાં પાણીના પ્રશ્ન મામલે સીએમને અલ્ટિમેટમ પાઠવવાની વાત કરી હતી જેને લઇને સી. આર. પાટીલે જવાબ આપતાં કહ્યું હતું કે જીજ્ઞેશ મેવાણીને પાણીના પ્રશ્ન મામલે બોલવાનો કોઈ અધિકાર નથી.
બીજી તરફ જીજ્ઞેશ મેવાણી વડગામ સીટ પર હારતાં હોવાનો પણ સી. આર. પાટીલે દાવો કર્યા છે. જીગ્નેશ મેવાણી મામલે સણસણતો જવાબ આપતા જિલ્લાનું રાજકારણ ગરમાયુ છે.બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા ખાતે જિલ્લા ભાજપના મહામંત્રી દ્વારા તૈયાર કરવામાં આવેલ નિમ્સ હોસ્પિટલના શુભારંભ પ્રસંગે રાજ્યના ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પહોંચ્યા હતા.
આ તકે સીઆર પાટીલની સાથે જિલ્લાના સાંસદ પરબત પટેલ સહિત ગુજરાત તેમજ રાજસ્થાનના અનેક ધારાસભ્યો તેમજ જિલ્લા ભાજપના આગેવનો પણ જાેડાયા હતા. જયા હોસ્પિટલના શુભારંભ બાદ સી. આર. પાટિલે જનમેદનીને સંબોધી હતી. જેમાં હોસ્પિટલની અનેક સેવાકીય યોજનાઓથી અવગત કર્યા હતા.
કાર્યક્રમ બાદ મીડિયાને સંબોધતા સમયે સીઆર પાટીલે જીજ્ઞેશ મેવાણી પર આકરા પ્રહારો કર્યા હતા.વડગામમાં પાણીના પ્રશ્ન મામલે જીજ્ઞેશ મેવાણીએ સીએમને અલ્ટિમેટમ પાઠવવા અંગે નિવેદન આપ્યું છે જેનો વળતો જવાબ આપતાં કહ્યું કે જીજ્ઞેશ મેવાણીને પાણી પ્રશ્ને બોલવાનો હક્ક નથી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે પાંચ વર્ષમાં જીજ્ઞેશ મેવાણી પ્રજાનો વિશ્વાસ ખોઇ બેઠા છે.
બીજી તરફ જીગ્નેશ મેવાણી વડગામ સીટ પર હારતાં હોવાનો પણ દાવો કરી તેમણે ઉમેર્યું કે હવે હાર ભાળી જતાં જીગ્નેશ મેવાણીને વડગામની પ્રજા યાદ આવી છે. સી. આર. પાટિલનું આ નિવેદન પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.SS3KP