રાજકોટમાં અનેક વિસ્તારોમાં મેઘાડંબર બાદ તુટી પડ્યો વરસાદ
રાજકોટ , રાજકોટ શહેરમાં એક દિવસના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ પધરામણી કરી હતી. રાજકોટના ૧૫૦ ફૂટ રિંગરોડ, રામાપીર ચોકડી, શીતલ પાર્ક, મોરબી રોડ સહિતના સમગ્ર પટ્ટા પર ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસવા લાગ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા.
રાજકોટમાં વહેલી સવારથી જ અસહ્ય ગરમીના કારણે લોકો અકળાયા હતા. જાે કે અચાનક વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. બપોર બાદ ૫ વાગ્યા પછી અચાનક વરસાદ તુટી પડ્યો હતો.જાેતજાેતામાં ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરતાની સાથે જ રંગીલા રાજકોટવાસીઓ વરસાદમાં ન્હાવા માટે બહાર નિકળી ગયા હતા. ઠંડકવાળા વાતાવરણની મોજ રાજકોટવાસીઓએ માણ્યો હતો.
તો બીજી તરફ ગોંડલના અનેક પંથકમાં પણ વરસાદ નોંધાયો હતો. વેકરીયા પંથકમાં વરસાદ વરસતા ખેડૂતો અને ગામલોકોમાં પણ ખુશીનો માહોલ જાેવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વાવણીલાયક વરસાદના પગલે ખેડૂતોમાં ખુશી જાેવા મળી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ગુજરાત, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી સહિતના જિલ્લાઓ અને જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ જિલ્લા સહિતના અનેક જિલ્લાઓ અને તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠા અને મહેસાણા તથા સાબરકાંઠાને બાદ કરતા તમામ જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.હાલ તો અમદાવાદીઓ પણ વરસાદની રાહ જાેઇ રહ્યા છે.SS3KP