વલસાડમાં જાેખમી બની રહેલી જુની ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહત

(તસ્વીરઃ અશોક જાેષી) , વલસાડમાં હાઉસિંગબોર્ડ આવાસોમાં રહીશો રહે છે જીવનાં જાેખમે .ગમે ત્યારે પડી શકે છે આ બિલ્ડિંગ આ મામલે હાઉસિંગ બોર્ડ અને રાજ્ય સરકાર આગળ આવી કોઇ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તકેદારી લે એ જરૂરી બન્યું છે.
આ મામલે સરકાર ૧૦૦% પેનલ્ટી માફ કરે અને બિલ્ડિંગોની મરામત કરાવે તેવી સ્થાનિકોમાં માગ ઊઠી છે. વલસાડ ના પોશ ગણાતા વિસ્તાર એવા તિથલ રોડ પાસે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડનાં આવાસો માં રહીશો છેલ્લા ૪૨ વર્ષથી મોતના ઓછાયા અને ભયના માહોલ વચ્ચે જીવી રહ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની અંદર હાઉસિંગ બોર્ડોનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને ૧૯૮૮ના સમયે વલસાડ માં બનાવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડનો કિસ્સો કંઈક અલગ જ છે. હાઉસિંગબોર્ડના આવાસોમાં રહેતા સ્થાનિકોને હવે સુરક્ષિત રહેવું છે અને તેના બાળકોના જીવ પણ બચાવવા છે
આથી સ્થાનિકો બિલ્ડિંગ રિપેરિંગ અને વ્યાજમાફીની માગ કરી રહ્યા છે વલસાડ સન ૧૯૮૮માં રાજ્ય સરકાર દ્વારા વલસાડના તિથલ રોડ પાસે આવેલ અને ભાગડાવાડા ગ્રામ પંચાયત વિસ્તારની હદમાં ૩૬૦ એમઆઈજી તેમજ ૨૪૦ એલ ,આઇ,જી, કુલ ૬૦૦ ફ્લેટનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
જાેકે શરૂઆતથી જ હલકી ગુણવત્તાના કામને લઈને અહીંના રહીશોને નારાજ થઈ ગયા હતા. થોડા સમયની અંદર જ બિલ્ડિંગમાં સ્લેબ પડવાની ઘટનાથી રહીશો આંદોલનનાં મૂડમાં આવી ગયા હતા અને સરકારને જે હપ્તા આપવાના હતા તે ભરવાનું બંધ કરી દીધેલ. હપ્તા ન ભરવાના કારણે ચક્રવૃદ્ધિ વ્યાજ વધતું ગયું હતું
ત્યારે અહીં રહેતા મધ્યમ વર્ગીય તેમજ ગરીબ પરિવારના લોકો ચિંતામાં મુકાઈ ગયાં હતાં. રોજ કમાઇ ને લાવી રોજનું ખાતા ગરીબ પરિવારો ઉપર આફત આવી પડતાં તે સમયના ધારાસભ્ય દોલતભાઇ દેસાઇએ સરકારમાં રજૂઆત કરીને કટ ઓફ ડેટની સ્કીમ સ્કીમ લઈ આવ્યા હતા
પરંતુ તે પૈસા પણ રહીશો દ્વારા સમય સર ના ભરાતા સરકારે ગત વરસે ૫૦ ટકા ચક્રવૃદ્ધિ વ્યાજની પેનલ્ટી માફીની સ્કીમ લાવ્યા હતા. જાેકે તે સ્કીમને સ્થાનિકો એ હાસ્યસ્પદ ગણાવી છે. અહીંના સ્થાનિક નેતાઓ તેમજ અધિકારીઓ વચ્ચે સમન્વય ન હોવાનો ભોગ સ્થાનિકો બની રહ્યા છે.