મ્યુનિસિપલ હોલમાં એસી ચાલતાં નથી કે ગંદકી હોય તો અધિકારીને ફોન કરો
તંત્ર દ્વારા જે તે હોલમાં તેનું ભાડું, ડિપોઝીટ, સફાઈ, ફોર્મ ફી વગેરે માહિતી દર્શાવતાં બોર્ડ મુકાયાંઃ હોલમાં સફાઈ, લાઈટ, ઈજનેરને લગતાં કામ માટે ઉપયોગી અધિકારીના સંપર્ક નંબરની પણ જાણ કરાઈ
અમદાવાદ, સામાન્ય રીતે મ્યુનિસિપલ હોલને હજારો રૂપિયાના ખર્ચે ભાડે લેનાર નાગરિકોને અનેક કડવા અનુભવ થતા રહ્યા છે. જે તે માંગલિક પ્રસંગ માટે ઉત્સાહભેર હોલને ભાડે રાખનાર નાગરિક જ્યારે હોલનો કબજાે મેળવે છે ત્યારે બંધ હાલતમાં કે ધીમા ચાલતાં એસી, ગંદા ટોઈલેટ તેમજ આગલા દિવસના થયેલા પ્રસંગોનો કચરો વગેરે જાેઈને હેબતાઈ જાય છે.
આ બધી હાલાકીમાંથી બહાર આવવા માટે નાગરિક પાસે જવાબદાર અધિકારીના કોઈ સંપર્ક નંબર પણ હોતા નથી અને જેમ તેમ જાે કોઈ અધિકારીનો નંબર મેળવીને સંપર્ક કરાય તો પણ તેમની ફરિયાદનો ઝડપભેર નિકાલ આવતો નથી.
જાેકે હવે મ્યુનિસિપલ કોર્પાેરેશનના સત્તાવાળાઓ દ્વારા તમામ હોલને લગતી વિવિધ ફરિયાદોના નિકાલ માટે સંબંધઇત અધિકારીના ફોન નંબર દર્શાવતાં બોર્ડ મુકાઈ ગયાં છે, જેના કારણે હોલને બુક કરાવનાર વ્યક્તિ તાબડતોબ જે તે ફરિયાદ માટે જે તે અધિકારીનો સંપર્ક કરીને તેનો નિકાલ લાવી શકશે.
લગ્નગાળાની સિઝનમાં સેંકડો નાગરિકોને ખાનગી હોલના રૂપિયા એકથી દોઢ લાખ સુધીનાં ભાડાં પોસાતાં નથી. ખાનગી હોલમાં જાે લગ્નાદિ માંગલિક પ્રસંગ ઉજવાય તો જમણવાર-ડેકોરેશન સહિતની અન્ય વ્યવસ્થા પાછળ ઓછામાં ઓછા રૂપિયા પાંચથી દસ લાખ ખર્ચાઈ જતા હોય છે,
જે કારમી મોંઘવારીમાં દરેક વ્યક્તિના ખિસ્સાને પોસાય તેમ ન હોય અનેક લોકો પોતે રહેતા હોય તે સ્થળની આજુબાજુના વિસ્તારમાં આવેલા મ્યુનિ.હોલ કે મ્યુનિ.પ્લોટને શોધતા હોય છે.
મ્યુનિ.હોલ કે મ્યુનિ.પ્લોટનાં ભાડાં સ્વાભાવિકપણે ખાનગી હોલ કે પ્લોટની સરખામણીમાં ઓછાં હોઈ છે. મહિનાઓ અગાઉથી તેને મેળવવા માટે લોકો પ્રયત્ન કરતા હોય છે. ડ્રો સિસ્ટમથી જે તે હોલ કે પાર્ટી પ્લોટને મેળવવા ભાગ્યશાળી થયેલા લોકો જ્યારે હોલનો કબજાે મેળવે છે ત્યારે તેની દુર્દશા જાેઈને આઘાત પામતા હોય છે.
જાેકે હવે મ્યુનિસિપલ સત્તાવાળાઓ પણ હોલ-પાર્ટી પ્લોટની ખરાબ હાલતને લગતી જે પ્રકારે સેંકડો ફરિયાદો આવતી હોય છે તેને ગંભીરતાથી લઈને તમામ હોલ અને પાર્ટી પ્લોટમાં નાગરિકને મૂંઝવતા પ્રશ્નોનો જાણે ઉકેલ આપતા હોય તેમ હોલનું ભાડું, ડિપોઝિટ, સફાઈ ચાર્જ, ફોર્મ ફી વગેરેની વિગત દર્શાવતાં બોર્ડ મૂક્યાં છે.
હોલનો કબજાે મેળવે છે ત્યારે તેની દુર્દશા જાેઈને આઘાત પામતા હોય છે. જાેકે હવે મ્યુનિસિપલ સત્તાવાળાઓ પણ હોલ-પાર્ટી પ્લોટની ખરાબ હાલતને લગતી જે પ્રકારે સેંકડો ફરિયાદો આવતી હોય છે તેને ગંભીરતાથી લઈને તમામ હોલ અને પાર્ટી પ્લોટમાં નાગરિકને મૂંઝવતા પ્રશ્નોનો જાણે ઉકેલ આપતા હોય તેમ હોલનું ભાડું, ડિપોઝીટ, સફાઈ ચાર્જ, ફોર્મ ફી વગેરેની વિગત દર્શાવતાં બોર્ડ મૂક્યાં છે.
આ બોર્ડમાં સફાઈની કામગીરી, લાઈટના પ્રશ્નો, પાણીની સમસ્યા, ગટરને લગતી ફરિયાદો તેમજ વહીવટી કામ માટે જવાબદાર સંબંધિત અધિકારીના મોબાઈલ નંબર પણ દર્શાવાયેલા છે. બેસણા માટે ભાડાના ૨૫ ટકા મુજબનું ભાડું ચુકવવંુ પડશે કે જેમાં ચાર કલાકનો સંગીત વગરનો ચાર્જ લેવાશે.
તેમજ હોલ અને પાર્ટી પ્લોટમાં સાઉન્ડ ગરબા માટે ભાડાના ૫૦ ટકા અલગથી ભરવા પડશે તેવી નોંધ પણ લખાયેલી છે. જેના કારણે જે તે હોલ-પાર્ટી પ્લોટને ભાડેથી લેનાર નાગરિકોના મનમાં કોઈ પ્રશ્ન ઊઠતા નથી તેમ ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન અને બોડકદેવના કોર્પાેરેટર દેવાંગ દાણી જણાવે છે.
ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી વધુમાં કહે છે- કોર્પાેરેશન સંચાલિત તમામ હોલ અને પાર્ટી પ્લોટમાં આ મુજબનાં બોર્ડ મુકાઈ ગયાં હોઈ તેનો મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યો છે. ડી.કે.પટેલ કોમ્યુનિટી હોલમાં જે તે ગ્રેડ મુજબનું ભાડું પણ દર્શાવાયું છે. ડી.કે.પટેલ કોમ્યુનિટી હોલમાં જે તે ગ્રેડ મુજબનું ભાડંુ પણ દર્શાવાયું છે,
જેમાં રૂા.૫૨,૦૨૦થી રૂા.૧,૨૭,૦૨૦ સુધીનું ભાડું લાભાર્થી પાસેથી લેવાનું રહે છે. જે તે પ્રસંગ માટે હોલ કે પાર્ટી પ્લોટ લેનાર નાગરિક પાસેથી ફિડબેક પણ લેવાઈ રહ્યા છે. જેમાં નાગરિકોએ આપેલ ફોર્મને ભરીને જે તે અધિકારીને સુપરત કરવાનું હોય છે.