વ્હીકલ ટેક્ષ બાકી હોય તો ભરી દેજાે, નહીંતર ૧૮ ટકા વ્યાજ ચુકવવુ પડશે
આરટીઓ અને ડીલર્સની સાંઠગાંઠથી હજારો લોકોએ વ્હીકલ ટેક્ષ ન ભરતા મ્યુનિસિપલ ટેક્ષ વિભાગને બે વર્ષમાં રૂા.૧પ કરોડનું નુકશાન થયું
(પ્રતિનિધિ )અમદાવાદ, મ્યુનિસિપલ તંત્ર પાસે પ્રજાલક્ષી નળ, ગટર અને રોડના કામ કહો કે પછી બ્રિજ, કોમ્યુનિટી હોલ, અર્બન હેલ્થ સેન્ટર જેવા વિકાસના કામો કરવા માટેે આવકનો એક માત્ર સ્ત્રોત પ્રોપર્ટી ટેક્ષ છે. જાે કે વખતોવખત રાજ્ય સરકાર કરોડો રૂપિયાની ગ્રાંટ આપીને તંત્રને દોડતુ રાખે છે.
પરંતુ પ્રોપર્ટી ટેક્ષમાં ધારી આવક થતી નથી. કેમ કે સેકડો મિલકતો બીયુ પરમિશન લીધા વગર સીધેસીધી વપરાશમાં લેવાતી હોઈ મ્યુનિસિપલ તિજાેરી પ્રોપટી ટેક્ષની આવકથી છલકાતી નથી. જાે કે હવે સતાધીશો મંજરી વિનાની પ્રોપર્ટીનને આકારણી કરી તેનો પ્રોપર્ટી ટેક્ષ વસુલવા જઈ રહ્યા છે.
આની સાથે હજારો વાહન માલિકો નિયમાનુસાર આજીવન વ્હીકલ ટેક્ષ ચુકવતા નથી. જેના કારણે સતાવાળાઓએ આવા વ્હીકલ ટેક્ષની ચોરી કરનારાઓ પાસેથી ૧૮ ટકા સાદા વ્યાજને પેનલ્ટી તરીકે વસુલવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.
મ્યુનિસિપલ તંત્રનો પ્રોપર્ટી ટેક્ષ બચાવતા આવા હજારો મિલકતોમાં બીયુ પરમિશન લેવાતી નથી. જાે કે જે તે મિલકતમાં વપરાશ ચાલુ કરી દેવાય છે. આ કૌભાંડ લાંબા સમયથી ચાલતુ આવ્યુ છે.
હવે બીયુ મળ્યુ હોય કે ન મળ્યુ હોય, પણ તેના વપરાશને આધાર બનાવીને તેની આકારણી કરાશે. ત્યારબાદ પ્રોપર્ટી ટેક્ષનું બિલ ફટકારીનેે પ્રોપર્ટી ટેક્ષની વસુલાત કરાશે.
આવી જ રીતે આરટીઓ અને ડીલર્સોની સાંઠગાંઠથી હજારો વાહનમાલિકોએ તેમની વ્હીકલ ટેક્ષ મ્યુનિસિપલ તંત્રમાં ભર્યો નથી. જેના કારણે મ્યુનિસિપલ ટેક્ષ વિભાગને છેલ્લા બે વર્ષમાં જ રૂા.૧પ કરોડનું નુકશાન થયુ છે.
તાજેતરમાં મ્યુનિસિપલ પ્રોપર્ટી ટેક્ષ વિભાગે વ્હીકલ ટેક્ષ વેરિફિકેશન હાથ ધરતા વર્ષ ર૦૧૯ અને ર૦ર૦ એમ માત્ર બે વર્ષમાં કુલ પ૦,ર૧૭ લોકોએ વ્હિકલ ટેક્ષ ભર્યો નહોવાનું પ્રકાશમાં આવતા આરટીઓ અને ડીલર્સ વચ્ચેની મીલિભગતથી થતાં કૌભાંડનો પર્દાફાશ થયો છે.
આ મામલે પ્રોપર્ટી ટેક્ષ વિભાગ દ્વારા ૪પ હજાર વાહનમાલિકોને નોટીસ પણ ફટકારી છે. જાે કે હવે પ્રોપર્ટી ટેક્ષ વિભાગે વ્હીકલ ટેક્ષની ચોરી કરનારાઓ પાસેથી ૧૮ ટકા સાદા વ્યાજ પેનલ્ટી સ્વરૂપે વસુલવાની દિશામાં ચર્કો ગતિમાન કર્યા છે. મ્યુનિસિપલ કમિશ્નર લોચન શહેરાએ પણ આ બાબતનેે સધ્ધાંતિક મંજુરી આપી છે.
હાલમાં વ્હીકલ ટેક્ષની ચોરી કરનારાઓપાસેથી ૧૮ ટકા સાદા વ્યાજે વસુલવાની બાબત મ્યુનિસિપલ કાયદામાં આવતી નથી. એટલે તેનો કાયદામાં સમાવેશ કરાવવા માટેગ વકીલ પાસે તેનો ડ્રાફટ કરાવવો પડશે. ત્યારબાદ તેની અન્ય વહીવટી પ્રક્રિયા બાદ તેનો અમલ શરૂ કરાશે. એટલે કેે તેમાં છ મહિના લાગી જશે.
જાે કે જાન્યુઆરી ર૦ર૩ની આસપાસ વ્હીકલ ટેક્ષની ચોરી કરનારા વાહનમાલિકોએ જે તે વર્ષનો બાકી વ્હીકલ ટેક્ષની રકમ પણ ૧૮ ટકા સાદા વ્યાજે ભરવુ પડશે એ બાબત નિશ્ચિત છે. અત્રે ઉલ્લેખનીય યે કે ચાલુ નાણાકીય વર્ષ ર૦રર-ર૩ માં મ્યુનિસિપલ તંત્રનેે ે કુલ રૂા.૪૬ર.૦૪ કરોડની પ્રોપર્ટી ટેક્ષની આવક થઈ છે.