કૃષિ મહર્ષિઃ પ્રમુખ સ્વામી મહારાજ વિષય પર સેમિનાર યોજાયો

File Photo
દાંતીવાડા, વિશ્વવંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ (BAPS Pramukh Swami Shatabdi Mahotsav) નિમિત્તે પ.પૂ.મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી ભગવાન શ્રી સ્વામિનારાયણ ચીધેલા રાહે, માનવ માત્રના સર્વાંગી ઉત્કર્ષ માટે, પોતાના જીવનની ક્ષણે-ક્ષણનું બલિદાન આપનાર,
અવિરત વિચરણ કરી ગામેગામ અને દેશ- પરદેશમાં પધરામણીઓ કરી અસંખ્ય લોકોના સુખ દુઃખના ભાગીદાર બનીને તેમની સાથે આત્મીયતાપૂર્ણ વ્યક્તિગત મુલાકાત આપનાર, લોકસેવાના વિરાટ કાર્યોની અવિરત વણઝાર વચ્ચે અહોરાત્ર સેવાકીય પ્રવૃતિઓ કરી જીવપ્રાણીમાત્રમાં પરમાત્માનાં દર્શન કરી
સેવાનો આનંદ લેતા બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના બહુપરિણામીય વ્યક્તિત્વને જુદા-જુદા દ્રષ્ટિકોણથી મુલવતી અને તેઓના દિવ્ય જીવન કાર્યને અધ્ર્ય આપતી વિવિધ કાર્યક્રમોની શૃંખલાઓ સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે.
‘થોડું પણ નકકર કાર્ય’ એવો જીવનમંત્ર ઘુંટાવીને સંતો-કાર્યકરોને દરેક દરેકને ખેતરે, ઘડીએ કે કૂવે જઈને પેઢીઓ જુના ખેડૂત માનસમાં કંડારાયેલી રૂઢ માન્યતાઓને ભૂંસીને કૂવામાં પાણી નાખવાનું ભગીરથ કાર્ય સમજાવવા આદેશ આપી તેમણે કરેલા
જળ અને કૃષિલક્ષી અદ્વિતીય કાર્યોને ઉપલક્ષમાં સ.દાં. કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગર અને આર્ય શોધ સંસ્થાન, સ્વામિનારાયણ અક્ષરધામ, ગાંધીનગરના સંયુકત ઉપક્રમે ‘કૃષિ મહર્ષિ’ પ્રમુખ સ્વામી મહારાજ એ વિષય પર તા.૧૪.૬.ર૦રરના રોજ પ્રો. વી.આર. મહેતા ઓડિટોરીયમ હોલ ખાતે સવારે ૯.૩૦ થી બપોરે ૧ર.૦૦ દરમ્યાન વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે સરદાર કૃષિનગરના કુલપતિશ્રી પ્રો. ડો.આર.એમ. ચૌહાણ, વકતા તરીકે આર્ય શોધ સંસ્થાન, સ્વામિનારાયણ અક્ષરધામ, ગાંધીનગરના નિયામકશ્રી પ્રો. ડો. પૂ. શ્રૃતિપ્રકાશદાસ સ્વામી તથા દિવતીય વકતા તરીકે સ.દા.
કૃ.યુ.ના પ્લાનીંગ ઓફિસર ડો.એચ.પી. પંડયા, અતિથિવિશેષ તરીકે સ.દા.કૃ.યુ.ના સંશોધન નિયામકશ્રી ડો. બી.એસ. દેવરા તેમજ બીએપીએસ સ્વામીનારાયણ મંદિર, મહેસાણાના સંત નિર્દેશક શ્રી પૂ. ઉત્તમ પ્રિયદાસ સ્વામી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.