અઠવાડિયાથી ભુખી ૨૦ બિલાડીઓ માલિકને ખાઈ ગઈ

નવી દિલ્હી, મોટાભાગના લોકો તેમના ઘરોમાં કૂતરા અને બિલાડીઓને પાળતુ પ્રાણી તરીકે રાખવાનું પસંદ કરે છે. બિલાડીઓ ખૂબ જ મીઠી હોય છે પરંતુ જાે તેઓ હિંસક બની જાય તો તેઓ કોઈને પણ નુકસાન પહોંચાડી શકે છે. તે કોઈનો જીવ પણ લઈ શકે છે.
આવો જ એક કિસ્સો રશિયામાં સામે આવ્યો છે. અહીં એક મહિલાને તેની ૨૦ પાલતુ બિલાડીઓએ મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસને બે અઠવાડિયા પછી મહિલાની લાશ મળી હતી. મળતી માહિતી મુજબ, રશિયામાં ૨૦ પાલતુ બિલાડીઓએ એક મહિલાને એટલો ડંખ માર્યો કે તેનું મોત થઈ ગયું. જ્યારે પોલીસ અધિકારીઓને બે અઠવાડિયા પછી તે મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો.
ત્યારે મહિલાના શરીરના માત્ર થોડો હિસ્સો જ બચ્યો હતો. આ જાેઈને પોલીસકર્મીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. વાસ્તવમાં મહિલાના એક મિત્રે તેના ગુમ થવા અંગે પોલીસને જાણ કરી હતી. તેની એક સહકર્મીએ કહ્યું હતું કે તે ઘણાં દિવસથી ઓફિસ નહોતી આવતી અને બોસ સાથે કોઇ જ વાત થઇ ન હતી તેથી તેનાં કલિગ્સે પોલીસનો સંપર્ક કર્યો હતો. જે બાદ પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
પોલીસને ઘરમાંથી જ મહિલાની લાશ મળી આવી હતી. મહિલાના મૃતદેહની આસપાસ બિલાડીઓ બેઠી હતી. આ કિસ્સામાં, પોલીસનું માનવું છે કે મહિલાનું મૃત્યુ બે અઠવાડિયા પહેલા થયું હતું, કારણ કે તેના શરીરના અવશેષો સડવા લાગ્યા હતા.
એનિમલ રેસ્ક્યુ એક્સપર્ટ્સનું કહેવું છે કે બિલાડી બે અઠવાડિયા સુધી ઘરમાં એકલી પડી હતી. તેમના માટે ખાવા માટે કંઈ નહોતું. બિલાડીઓને ખૂબ ભૂખ લાગી હતી. આ પરિસ્થિતિ સમજી શકાય તેવી છે. બિલાડીઓએ આટલા દિવસો પછી જે મળ્યું તે ખાઇ લીધુ હતું.
એવું કહેવામાં આવી રહ્યું છે કે બિલાડીના કરડવાથી જે મહિલાનું મોત થયું છે, તે આખી દુનિયામાં ખૂબ જ લોકપ્રિય છે. લોકો તેને તેમના ઘરે રાખવાનું પસંદ કરે છે. હાલમાં વિશ્વ પાલતુ બિલાડી લોકપ્રિયતા યાદીમાં ત્રીજા નંબરે આવે છે. સામાન્ય રીતે તેમનું વર્તન ખૂબ જ નમ્ર હોય છે. નિષ્ણાતોનું માનવું છે કે આ બિલાડીઓ ભૂખને કારણે હિંસક વર્તન કરતી હતી.SS1MS