તાપસી પન્નુની ફિલ્મ શાબાશ મિઠ્ઠુનું ટ્રેલર રીલિઝ થયું
મુંબઈ, તાપસી પન્નુની જે સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મની લાંબા સમયથી રાહ જાેવામાં આવી રહી હતી તેનું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે. આ ફિલ્મનું નામ છે- શાબાશ મિઠ્ઠુ.
આ ફિલ્મમાં તાપસી પન્નુ પૂર્વ મહિલા ક્રિકેટર મિતાલી રાજની ભૂમિકામાં જાેવા મળશે. દર્શકોને મોટા પડદા પર મહિલા ક્રિકેટને આગવું સ્થાન અપાવનાર મિતાલી રાજના બાળપણથી લઈને કેપ્ટન બનવા સુધીની જર્ની જાેવા મળશે. મિતાલીએ કેટલો સંઘર્ષ કરવો પડ્યો અને કેવી રીતે સફળતા મળી તે તમામ વાતો આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે.
૨ મિનિટ ૪૪ સેકન્ડના આ ટ્રેલરમાં પણ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની મિતાલીના જીવનની ઝાંખી દર્શાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મિતાલીને બાળપણમાં ભરતનાટ્યમનો શોખ હતો.
You know the name, now get ready to see the story behind what makes Mithali a legend.
Woman who redefined“The Gentleman’s game”
She created HERSTORY and I’m honoured to bring it to you#ShabaashMithu 15th JULY #ShabaashMithuTrailer #GirlWhoChangedTheGame https://t.co/kNhilpSbSf— taapsee pannu (@taapsee) June 20, 2022
બાળપણમાં તમામ મુશ્કેલીઓનો સામનો કરીને મિતાલી કેવી રીતે ક્રિકેટના મેદાન સુધી પહોંચી, તેણે કયા પડકારોનો સામનો કરવો પડ્યો, તેની ઝલક ટ્રેલરમાં દર્શાવવામાં આવી છે. મિતાલી બાળપણમાં જ્યારે ભાઈએ ફેંકેલા બોલને કેચ કરી લે છે ત્યારથી જ તેની ક્રિકેટ પ્રત્યેની ધગશ જાગી જાય છે.
ટ્રેલરમાં દર્શાવાવમાં આવ્યું છે કે કોચ મિતાલી રાજના માતા-પિતાને પ્રોત્સાહિત કરે છે કે તેને નેશનલ લેવલ પર રમવા મોકલવી જાેઈએ. તેના માતા-પિતા પહેલા તો સમજે છે કે કોચ દીકરાની વાત કરે છે, પરંતુ જ્યારે કોચ ખુલાસો કરે છે કે તે મિતાલીની વાત કરી રહ્યા છે ત્યારે માતા-પિતા પણ ચોંકી જાય છે.
કોચની ભૂમિકા વિજય રાજે ભજવી છે. ક્રિકેટના રોલમાં તાપસી પન્નુ જામે છે. લોકો તેના અભિનયના વખાણ કરી રહ્યા છે. આ ફિલ્મ ૧૫મી જુલાઈના રોજ રીલિઝ થશે. ફિલ્મ સિનેમાઘરોમાં રીલિઝ કરવામાં આવશે. શ્રીજીત મુખર્જીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ માટે તાપસીએ ખૂબ મહેનત કરી છે. રાજસ્થાનના જાેધપુરમાં એક તમિલ પરિવારમાં મિતાલીનો જન્મ થયો હતો.
૧૦ વર્ષની ઉંમરમાં મિતાલીએ ક્રિકેટ રમવાની શરુઆત કરી અને સાત વર્ષ પછી તે ભારતીય ક્રિકેટનો ભાગ હતી. અગાઉ જણાવ્યું તે મિતાલીએ પોતાના પ્રથમ વનડે ઈન્ટરનેશનલ મેચમાં જ આયરલેન્ડ વિરુદ્ધ સદી ફટકારી હતી. આ રેકોર્ડ પહેલા શાહિદ આફ્રિદીના નામે હતો.
મિતાલી રાજને પુસ્તકો વાંચવાનો પણ ઘણો શોખ છે. મેચ દરમિયાન ડગઆઉટ અથવા પેવેલિયનમાં પણ ઘણી વાર મિતાલીને પુસ્તક વાંચતા જાેવામાં આવે છે. મિતાલીએ પોતાની કારકિર્દીમાં ૨૨૦ વનડે મેચ રમી છે. તેમાંથી ૫૧.૩૨ રન રેટ, ૭ સદી અને ૫૯ અર્ધ સદીની મદદથી ૭૩૯૧ રન કર્યા છે. આ સિવાય ૧૨ ટેસ્ટ મેચમાં ૧ સદી અને ૪ અર્ધ સદીની મદદથી ૬૯૯ રન કર્યા છે.SS1MS