નડિયાદના સંતરામ મંદિર ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
ભારત અને માનનીય વડપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી આજે વિશ્વ આખું યોગ તરફ વળ્યું છે. ૨૧ જુન વિશ્વ યોગ દિવસ નિમિત્તે દેશ વિદેશમાં લોકો વિવિધ યોગાસન કરીને આ દિવસને ઉજવી રહ્યા છે.
ખેડા જિલ્લાના નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે વિધાનસભાના મુખ્ય દંડકશ્રી પંકજભાઇ દેસાઈની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં સાધુ, સંતો-મહંતો, ભક્તો અને નગરજનોએ યોગાસન કરીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવ્યો હતો.
આ કાર્યક્રમમાં વિધાનસભાના દંડકશ્રી પંકજભાઈ દેસાઈ ઉપરાંત સંતશ્રી નિર્ગુણદાસજી મહારાજ, સંતશ્રી મુદિત વંદના, સંતરામ મંદિરના સંતો-મહંતો, ભક્તો અને અન્ય લોકો હાજર રહ્યા હતા.
જિલ્લા માહિતી કચેરી,
ખેડા-નડીઆદ.