ડાંગ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં યોગની આહલેક જગાવતું નહેરૂ યુવા કેન્દ્ર
(ડાંગ માહિતી)ઃ આહવા, કોરોના કાળ બાદ વિશ્વએ જાેએલી યોગ અને આયુર્વેદની તાકતને ઘર ઘર સુધી પહોંચાડવા માટે ડાંગના નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા ગ્રામીણ વિસ્તારોમા યોગની આહલેક જગાવવામા આવી રહી છે. નહેરૂ યુવા કેન્દ્રના સંયોજક શ્રી અનુપ ઈંગોલે તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, છેલ્લા એક માસ ઉપરાંતથી તેમના દ્વારા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમા ‘ચલો યોગ કી ઔર’ સુત્ર સાથે યોગાભ્યાસ કરાવવામા આવી રહ્યો છે.
દરરોજ ઓછામા ઓછા ૨૦ થી ૩૦ મિનિટ યોગાસન, પ્રાણાયામ, અને ધ્યાનની પ્રેક્ટીસ કરીને કોઈ પણ સામાન્ય વ્યકિત તેની રોગપ્રતિકારક શકિતને વધારી શકે છે. જે કોરોના કાળમા સાબિત થઈ ચુક્યુ છે.
ત્યારે પ્રજાજનોમા તેમના દૈનિક જીવન ધોરણમા આ બાબત દ્રઢ થાય તેવા ઉદ્દેશ સાથે જિલ્લાના સાતબાબલા, ગારખડી, માળગા, પાંઢરમાળ, સાવરખલ, જારસોળ, વાંઝટઆંબા, ટેકપાડા, કોયલીપાડા, અને ઝાવડા જેવા ગામોમા, ગ્રામીણ બાળકોને અસરકારક યોગાભ્યાસ કરાવવામા આવી રહ્યો છે.