ર૩ જૂન ગુરૂવારે યોજાનારો ‘‘રાજ્ય સ્વાગત’’ કાર્યક્રમ મૂલત્વી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આગામી ગુરૂવાર તા.ર૩ જૂન-ર૦રરના યોજાનારો રાજ્ય કક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ મૂલત્વી રાખવામાં આવ્યો છે.
રાજ્યના નાગરિકો-પ્રજાજનોની સમસ્યાઓ, રજૂઆતોના ટેક્નોલોજીના માધ્યમથી સ્થળ પર નિવારણનો આ સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રિવન્સીસ થ્રૂ એપ્લીકેશન ઓફ ટેક્નોલોજી ‘સ્વાગત’નો રાજ્યકક્ષાનો કાર્યક્રમ દર મહિનાના ચોથા ગુરૂવારે ગાંધીનગરમાં યોજવામાં આવે છે.
આ રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીશ્રી સ્વયં ઉપસ્થિત રહીને લોકોની રજુઆતો સાંભળતા હોય છે અને સંબંધિત તંત્રવાહકોને જરૂરી માર્ગદર્શન આપતા હોય છે.
આગામી ગુરૂવાર તા.ર૩ મી જૂન-ર૦રરના ગાંધીનગર ખાતે યોજાનારો આવો રાજ્ય સ્વાગત કાર્યક્રમ અનિવાર્ય કારણોસર યોજાશે નહિ.
મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ દ્વારા સૌ અરજદાર નાગરિકોને આ અંગેની નોંધ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.