‘અગ્નિપથ યોજના’ સામે દેશના યુવાનોની રજૂઆત કાલે દેશ માટે ‘અગ્નિ જ્વાળા’ ના બને તેની સમીક્ષા કોણ કરશે?!
ભારતીય સેનામાં જાંબાજ સૈનિકોએ ‘મહાયુદ્ધ’માં વર્ષો સુધી સેવા આપી પરમવીર ચક્ર મેળવ્યા છે
તસવીર ભારતીય સેનાના હેડક્વાટર્સ ની છે બીજી તસવીર ભારતની સુપ્રીમકોર્ટની છે ત્રીજી તસવીર ભારતના તિરંગા રાષ્ટ્રધ્વજ ની છે જ્યારે નીચેની તસવીર ભારતીય લશ્કરના કમાન્ડો અને સેનાપતિઓ ની છે જેમણે ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦થી પ્રજાસત્તાક ભારત નું પોતાનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું ત્યા
રથી પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, વીર ચક્ર અસ્તિત્વમાં આવ્યા આ ઉપરાંત અશોક ચક્ર, કીર્તિ ચક્ર,શૌર્ય ચક્ર અને સેના મેડલ જેવા અનેક સન્માનો ની શરૂઆત થઈ! ભારતના પરમવીર ચક્ર ની ડિઝાઇન એક સ્વીત્ઝ યુવતી ઈવા વોન લીન્ડા મેડ-ડી મોરસ ઉર્ફે સાવિત્રીએ બનાવેલ છે!
ડાબી બાજુથી તસવીર ભારતીય સેનાના કેપ્ટન ગુરબચન સિંગ સલારીયા ની છે તેમનો જન્મ ૨૯ નવેમ્બર ૧૯૩૫માં પંજાબ પ્રાંતમાં થયો હતો તેમના દાદા મોટા જમીનદાર હતા તેઓની ૧૯૫૩માં નેશનલ ડિફેન્સ એકેડેમી ની સર્વિસ વિંગ માં ભરતી થયા હતા સાહસિક કામગીરી બદલ માર્ચ ૧૯૬૦ ૩/૧ ગુરખા બટાલિયન માં નિયુક્તિ થઈ હતી તેઓ કેપ્ટન તરીકે ફરજ બજાવતા ૫ ડિસેમ્બર ૧૯૬૧ના રોજ શહીદ થયા
તેમને પરમવીર ચક્રથી સન્માનિત કર્યા હતા ભારતીય લશ્કરમાં નવ વર્ષ સુધી ફરજ બજાવી હતી ભારતીય સેનાના મેજર ધાનસિંહ થાપા ૨૮મી ઓગસ્ટે ૧૯૪૧માં ગુરખા રાઈફલ માં નિમણુંક મેળવી હતી તેમની નિયુક્તિ ડી કંપનીના કમાન્ડિંગ અધિકાર તરીકે થઈ હતી છેલ્લે જેટ એરવેઝ માં નિર્દેશક તરીકે સેવા આપી હતી
૬ સપ્ટેમ્બર ૨૦૦૫માં તેમનું અવસાન થતા મરણોતર પરમવીર ચક્ર એનાયત થયેલો! તેમણે ૪૦ વર્ષથી વધુ વિવિધ સેવા આપી હતી એવું જાણકારોનું કહેવું છે ત્રીજી તસવીર ક્વાટર માસ્ટર હવાલદાર અબ્દુલ હમીદની છે ૨૭ ડિસેમ્બર ૧૯૫૪ ભારતીય સેનામાં ભરતી થયા હતા ૧૦ ડિસેમ્બર ૧૯૬૫ના રોજ માભોમની રક્ષા કરતા શહીદ થયા તેમને પરમવીર ચક્ર એનાયત કરાયો હતો તેમણે પાકિસ્તાનની તોપોનો ખુરદો બોલાવી શહિદ થયા હતા
તેમણે સેનામાં ૧૨ વર્ષ ફરજ બજાવી હતી અને જુસ્સાભેર લડ્યા હતા લાન્સ નાયક આલ્બર્ટ એક્કા ૨૭ ડિસેમ્બર ૧૯૬૨ તેમની ભરતી ૧૪ ગાર્ડમાં થઈ હતી અને પાકિસ્તાની સૈનિકોનો ખુરદો બોલાવી દીધો હતો ૩ ડિસેમ્બર ૧૯૭૧ના રોજ શહીદ થયા હતા અને ભારત સરકારે પરમવીર ચક્રથી સન્માનિત કર્યા હતા
તેઓ દેશ માટે મરણિયા બની લડ્યા હતા તેઓ નવ વર્ષ સેનામાં સેવા આપી હતી! નાયબ સુબેદાર બનાસી ૬ જાન્યુઆરી ૧૯૬૯ના દિવસે તેઓ ભારતીય સેનામાં ભરતી થયા હતા તેઓ ૧૯૮૭માં પાકિસ્તાનને સિયાચીન માં ચોકડી બનાવી હતી તેનો કાયદેસર ચોકડી પર કબ્જાે કર્યો હતો અને તેમને પરમવીર ચક્રથી સન્માનિત કરાયા હતા જેને આજે લશ્કરમાં ‘બનાસી પોસ્ટ’ તરીકે ઓળખાય છે સુબેદાર બનાસીએ ૧૮ વર્ષ સેનામાં સેવા આપી હતી!!
ભારતીય સેનાના કેપ્ટન વિક્રમ બત્રા ૧૯૯૬ ભારતીય સેનામાં જાેડાયા હતા ૧૯૯૯માં પાકિસ્તાને કારગીલ ક્ષેત્ર પર કબજાે જમાવી દીધો હતો ત્યારે વિક્રમ બત્રા ૧૩ જમ્મુ એન્ડ કાશ્મીર રાઇફલ માં ફરજ બજાવતા હતા અને તેમણે જીત મેળવી વિજય ધ્વજ ફરકાવ્યો હતો! લેફ્ટનન્ટ નવીન ને બચાવવા જતાં ૭ જુલાઈ ૧૯૯૯ રોજ વીરગતિને પામ્યા હતા તેમણે પરમવીર ચક્ર એનાયત કરાયો હતો આખરી વિંગ કમાન્ડર વિલિયમ મેકડોનાલ્ડ ની છે
૧ એપ્રિલ ૧૯૯૪ રોજ ભારતીય વાયુસેનાની પાયલોટ શાખામાં નિયુક્ત થયા હતા અને તેમણે પાકિસ્તાનની ૨૦ ટેકોને ખુરતો બોલાવ્યો હતો તેમને ૧૯૪૯થી ૧૯૬૫ થી વધારે સમયે ફરજ બજાવી તેમને ૧૬ વર્ષ સેનામાં પોતાનું યોગદાન આપ્યું હતું!! આમ દેશની સેનામાં અનેક વર્ષો સુધી ફરજ બજાવી દેશની શાન માટે શહીદ થઈ પરમવીર ચક્ર મેળવ્યા હતા
હવે ‘અગ્નિપથ’માં યુવાનોની ફક્ત ચાર વર્ષ માટે ભરતી કરાય ને પેન્શન પણ ના મળે તો શું સૈનિકોનો જુસ્સો અટકશે નહીં યુવાનોના પરિવારને સલામતીના હોય તો આવા યુવાનો દેશ ને સલામત રાખી શકશે?! આ વિશ્વમાં ભાડુતી સૈનિકો મળે છે તેઓ દેશ માટે જાનની બાજી લગાવી લડી શકે?!
શું ચાર વર્ષ પછી નિવૃત્ત થતા યુવાનો લશ્કરમાં જાેડાઈ નિવૃત થાય ને તાલીમ પામેલા હોય અને છતાં નોકરી ના મળે તો દેશમાં તાલીમ પામેલા આતંકવાદી તો પેદા નહીં થઈ જાય ને??!
વડાપ્રધાને કમ સે કમ બધા પાસા વિચારવાની જરૂર છે અને પરમવીર ચક્ર મેળવનાર લશ્કરના સેનાપતિઓ નો ઇતિહાસ તપાસવાની જરૂર છે દેશની જનતા સમજશે ખરી? ભારતીય સુપ્રીમકોર્ટે ‘અગ્નિપથ’ યીજના ના સંદર્ભે દેશના બંધારણીય અધિકાર સાથે તુલનાત્મક અને મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરવાની જરૂર છે!! ( તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા ઝેબા દ્વારા )
વિદેશમાં ભાડુતી સૈનિકો મળે છે શું તેનાથી ‘યુદ્ધ’ જીતી શકાય?! અને ચાર વર્ષ માટે સૈનિકો બનેલા યુવાનોને બોર્ડર પર દુશ્મનોની ગોળી નો જવાબ આપતી વખતે પોતાનો પરિવાર યાદ આવી જશે તો શું થશે?!
સપના ભલે સૂકા હોય પણ પાણી રોજ તાજું છાંટવું પડે – અમર્સન
એમર્સન નામના વિચારકે કહ્યું છે કે ‘‘સપના ભલે સૂકા હોય પરંતુ પાણી તો રોજ તાજું છાંટવું પડે’’!! અમેરિકાના પ્રમુખ જીમ્મી કાર્ટરે કહ્યું છે કે ‘‘આપણે એકબીજાના બાળકોની હત્યા કરીને શાંતિપૂર્વક જીવતા ક્યારેય નહીં શીખી શકીએ’’!! કેન્દ્ર સરકાર દ્વારા સેનાની ત્રણેય પાંખમાં ‘અગ્નિપથ યોજના’ સંદર્ભે એકાએક અનેક રાજ્યોમાં હિંસા ફાટી નીકળતા
કેટલાક યુવાનો કહી રહ્યા છે કે ‘ચાર વર્ષની લશ્કરી ભરતી દરમિયાન યુવાનો જાન ગુમાવે અથવા નોકરી ના ચાર વર્ષ બાદ નિવૃત્ત થયા પછી ક્યાંય નોકરી ન મળે તો શું થાય?!’ યુવાનોના મનમાં એવો સવાલ પણ ઉઠ્યો છે કે નેતાઓ પાંચ વર્ષ માટે ચુંટાઈ ને ‘આજીવન પેન્શન’ મેળવે છે! ત્યારે દેશ માટે જાન આપનાર ને કઈ નહી?! આ મુદ્દો કેન્દ્ર સરકારની ‘અગ્નિપથ યોજના’ એ ભારે ચર્ચા જગાવી છે.