Western Times News

Gujarati News

SoUના સાનિધ્યમાં યોજાયો આઠમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણ માટે યોગ સાથે જાેડાવવા કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી ડૉ. મનસુખભાઇ માંડવીયાનું આહવાન

(માહિતી) રાજપીપલા. આજે દેશભરમાં આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે પ્રધાનમંત્રીશ્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી વિશ્વ યોગ દિવસના કાર્યક્રમોમાં મૈસુરથી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ વર્ચુઅલી ઉપસ્થિત રહ્યા હતા.

“આઝાદી કા અમૃત” મહોત્સવ અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે ૮ માં વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે દેશભરના ૭૫ આઇકોનિક સ્થળોની પસંદગી કરવામાં આવી છે જેમાં ગુજરાતમાં પસંદ પામેલા ચાર આઇકોનિક સ્થળોમાં નર્મદા જિલ્લાના ર્જીંેં-એકતાનગરનો પણ સમાવેશ કરાયો છે

સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી ડૉ. મનસુખભાઇ માંડવીયા, જીલ્લા પ્રભારી મંત્રીશ્રી પુર્ણેશભાઇ મોદી, કેન્દ્રીય આરોગ્ય વિભાગનાં સંયુકત સચિવશ્રી ડૉ. પી. અશોક બાબુ, વરિષ્ઠ સનદી અધિકારી સુ.શ્રી. શ્રી નેહા ગર્ગ,સંસદસભ્યશ્રીઓ સર્વ શ્રી મનસુખભાઇ વસાવા,

શ્રીમતી ગીતાબેન રાઠવા,જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા,નર્મદા સુગર ફેકટરી ચેરમેન શ્રી ઘનશ્યામભાઇ પટેલ સહિતના જીલ્લાના વરીષ્ઠ પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે પોતાના ઉદબોધનમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી ડૉ. મનસુખભાઇ માંડવીયાએ તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણ માટે યોગ સાથે જાેડાવવા આહવાન કર્યુ હતુ, યોગ એ આપણા ઋષિ મુનિઓએ માત્ર ભારતને જ નહી પરંતુ સમગ્ર વિશ્વને આપેલ અમુલ્ય ભેટ છે, જેનાથી વસુધૈવ કુટુંમ્બક્મની ભાવના સિદ્ધ થાય છે.

ભારતીય જીવનશૈલી,પરંપરા અને આદર્શો વિશ્વએ સ્વિકાર્યા છે,જેને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ યોગને વૈશ્વિક માન્યતા અપાવી છે, જગતના વિકસિત દેશ એવા અમેરીકામાં ૧૫ % લોકો નિયમિત યોગ કરે છે.યોગ એ સારા સ્વાસ્થયની ચાવી છે, શાકાહારની સ્વિકૃતી સમગ્ર વિશ્વમાં થઇ રહી છે.સરદાર સાહેબે ૫૬૨ રજવાડાઓને જાેડીને દેશમાં ”એક ભારત – શ્રેષ્ઠ ભારત”ની ભાવના જાગૃત કરી છે તેમા પણ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ.

જીલ્લા પ્રભારી મંત્રી શ્રી પુર્ણેશભાઇ મોદીએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યુ હતુ કે, શક્તિશાળી રાષ્ટ્રના નિર્માણ માટે જ્ઞાનશક્તિ અને યોગશક્તિનો સમન્વય જરૂરી છે.દેશની દરેક વ્યક્તિમાં ઉકત બંને શક્તિઓના સમન્વયથ વિકસિત દેશની સાથોસાથ શક્તિશાળી દેશોમાં ભારતની ગણના થશે તેવો આશાવાદ સેવ્યો હતો,

કોરોનાકાળમાં દેશના પ્રત્યેક નાગરિકોના સ્વાસ્થયની ચિંતા કરીને નિઃશુલ્ક રસી ઉપલબ્ધ કરાવવાનું ભગિરથ કાર્ય દેશના પ્રધાનમંત્રી શ્રી અને આરોગ્યમંત્રીશ્રીએ કર્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.