પત્નિને મૃતક પતિની મિલકત વેચવાની મંજૂરી ન મળી
અમદાવાદ, ગુજરાત હાઇકોર્ટમાં અનેકવાર એવા કિસ્સાઓ સામે આવે છે જે આખા સમાજને લગતા હોય છે. આજે આપણે એવા જ એક કિસ્સાની વાત કરવાના છીએ જે તમામ પરિવારને સંબંધિત છે. સગીર પુત્રના પિતાનું ગત વર્ષે અવસાન થયું હતુ. જેથી માતાએ પુત્રના અભ્યાસ માટે મૃતક પતિએ વસાવેલી મિલકતને વેચવાનો ર્નિણય કર્યો હતો. પરંતુ સિવિલ કોર્ટે આ અંગેની અરજીને ફગાવી દીધી હતી.
જેથી મહિલાએ ગુજરાત હાઇકોર્ટમાં કરેલી રિટ અરજી પણ ફગાવી દેવામાં આવી છે અને નીચલી કોર્ટના હુકમને યથાવત રાખવામાં આવ્યો છે.
ગુજરાત હાઇકોર્ટે આ અંગે ચુકાદામાં જણાવ્યુ કે, અરજદાર મહિલાએ સગીર પુત્રની હાલ અને ભવિષ્યની જરુરિયાતોને ન્યાયી ઠેરવતી બાબતના આધાર અદાલત સમક્ષ રજૂ કર્યા નથી. આ કેસની વિગતો તપાસીએ તો, અરજદાર મહિલાના પતિનું ગત વર્ષ જાન્યુઆરી ૨૦૨૧માં નિધન થયું હતુ. મહિલાના પતિએ એક ભાગીદારો સાથે મળીને એક મિલકત ખરીદી હતી. જેમાં તેનો ત્રીજાે ભાગ માલિકીનો હતો.
મહિલાના પતિનું નિધન થતા પત્ની અને સગીર ૧૬ વર્ષનો પુત્ર કાયદેસરના વારસ બન્યા હતા. જેથી મહિલાને દીકરાના અભ્યાસ માટે રૂપિયાની જરૂરિયાત હોવાને કારણે મિલકત વેચવાની પરવાનગી માંગતી અરજી કોર્ટમાં કરી હતી. પરંતુ નીચલી કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી.
જેથી મહિલાએ આ અંગેની હાઇકોર્ટમાં રિટ અરજી કરી હતી. જાેકે, હાઇકોર્ટે અરજદાર મહિલાની દાદ ગ્રાહ્ય રાખી ન હતી અને અરજીને નામંજૂર કરી હતી. થોડા દિવસ પહેલા ગુજરાત હાઈકોર્ટે બનાસકાંઠા પોલીસને આદેશ આપ્યો હતો. ફરિયાદી યુવક, તેની માતા અને બહેનને ૨૦ જૂનના રોજ હાઈકોર્ટમાં લાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
મહિલાના પુત્રએ આ મામલે ફરિયાદ કરી હતી કે, તેના નશેડી પિતાએ તેની માતા અને બહેનને જબરદસ્તી કેદ કર્યા છે. તેના પિતાએ તેની માતા અને બહેનને સામાન્ય વાતે ખૂબ જ ઢોર માર્યો હતો. આ કારણોસર યુવકે તેના પિતા સામે બંદી પ્રત્યક્ષીકરણની ફરિયાદ દાખલ કરી છે અને તેની માતા તથા બહેનને છોડાવવા માટેની અરજી કરી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, તેના પિતાએ તેની માતા અને બહેનને તેના કાકાના ઘરમાં કેદ કરીને રાખ્યા છે. તેના કાકા અને કાકાનો પુત્ર તેના પિતાને આ મામલે મદદ કરી રહ્યા છે. આ સમગ્ર મામલે વકીલે જણાવ્યું છે કે, પુત્ર તેના મિત્રની મદદથી વકાલતનામા પર હસ્તાક્ષર કરી શકે છે.SS1MS