આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમીતે ઓમ્નીઝમ ટેક્નોલોજીસ દ્વારા યોગ શિબિરનું આયોજન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/06/Omni1a-1024x461.jpg)
· વર્ષ 2009થી સપ્તાહમાં ૪ વખત યોગ શિબિરનું આયોજન કરાય છે
· યોગ શિબિર દ્વારા કર્મચારીઓમાં નવી ઉર્જાનો સંચાર થાય છે અને કાર્યક્ષમતા ઝડપ આવે છે
· અમદાવાદ અને યુએસએ બંનેમાં એક સાથે થાય છે યોગ થાય છે, કંપનીના સીઈઓ પણ આ કાર્યક્રમમાં ઉત્સાહથી ભાગ લીધો હતો
અમદાવાદ, દુનિયાભરમાં 21જુને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવશે, આ ભાગ રૂપે અમદાવાદની પ્રતિષ્ઠિત આઈટી કંપની ઓમ્નીઝમ ટેક્નોલોજીસ દ્વારા યોગ દિવસ પર પોતાના 2500માં યોગ શિબિરનું આયોજન કર્યું હતું. જે અંતર્ગત કંપનીના કર્મચારીઓને યોગના અલગઅલગ આસનનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. તેમજ યોગના ફાયદા વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા. OmniISM celerated International Yoga day in Ahmedabad
21 જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ અંતર્ગત ઓમ્નીઝમ ટેક્નોલોજીસના કર્મચારીઓએ પણ યોગ શિબિરમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને યોગના આસનો વિષે માહિતગાર થયા હતા.
આ પ્રસંગે કંપનીના સીઈઓ શ્રી દિવાન દવે જણાવ્યું “યોગ શિબિરનું આયોજન કરતા અમે આનંદની લાગણી અનુભવી રહ્યા છે. યોગ ભારતની સંસ્કૃતિનો એક ભાગ છે, જેના દ્વારા મન, શરીર અને આત્માને એક સાથે નિયંત્રિત કરી શકાય છે. તંદુરસ્ત કર્મચારીઓ ન માત્ર ઓફિસ માટે પણ ઘર અને સમાજ માટે પણ હકારાત્મક અને પરિણામલક્ષી હોય છે.
કોર્પોરેટ ક્ષેત્રમાં યોગની રજુંઆત કરીને, આ પ્રાચીન પ્રથાનો લાભ કર્મચારીઓને આપવાનો આમારો પ્રયાસ છે. યોગ દ્વારા પ્રત્યેક વ્યક્તિમાં મનની શાંતિ તેમજ સકારાત્મક ઉર્જાનો ઉમેરો થશે અને સંભાવનાઓને સંભવ કરવાની શક્તિ મળશે. અમે અમારા કર્મચારીઓને વર્ષ 2009થી સતત યોગ શિબિરનું આયોજન કરી લાભ આપીએ છીએ. આજના આ યોગ દિવસ પર અમે અમારા કર્મચારીઓ માટે 2500માં યોગ શિબિરનું આયોજન કર્યું હતું.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે અમારા કર્મચરીઓને ઉત્તમ વર્ક એન્વાયરમેન્ટ પૂરું પાડીએ છે, અમે તેમની રૂચિ અનુરૂપ દર સપ્તાહે અલગ- અલગ કાર્યક્રર્મો જેવા કે પીયાનો, ગિટાર અને ચિત્રકામ વગેરેનું આયોજન કરીએ છીએ, તદ્દઉપરાંત શ્રીમદ્ ભગવત ગીતા જેવા આધ્યાત્મિક શિબિરનું પણ આયોજન કરવામાં આવે છે. જેથી કર્મચારી તેમાંથી બોધપાઠ લઇ પોતાના કર્મ નિષ્ઠાપૂર્વક બજાવી શકે છે. અમે આ વર્ગોનું આયોજન ન માત્ર ભારત પરંતુ ન્યૂયોર્કના કર્મચારીઓને પણ આપીએ છીએ.
ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ્સ મેનેજમેન્ટ, ઇન્ક., (આઈએસએમ)એ ન્યૂ યોર્ક, યુએસએ સ્થિત સંસ્થા છે જે અમદાવાદમાં ઓમ્નીઝમ ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ (જેમાં 200 થી વધુ કર્મચારીઓ છે) ના નામે ડેવલપમેન્ટ સેન્ટર ઓફિસ ધરાવે છે, જે આઇટી સેવાઓ, આઇટી સોફ્ટવેર ડેવલપમેન્ટઅને આઉટસોર્સિંગમાં વિશેષતા ધરાવે છે.
સંસ્થાએ વિભાવનાથી અમલીકરણ(કૉન્સેપ્ટ્યુઆ લાઇઝેશન ટુ ઇમ્પ્લિમેન્ટેશન) સુધીના પ્રોજેક્ટ્સની શ્રેણી સફળતાપૂર્વક ચલાવી છે. 25 વર્ષથી વધુ, 150 થી વધુ કુશળ સોફ્ટવેર એન્જિનિયરોની ટીમે વેરાઈઝોન, એટીટીએન્ડટી, સીટી બેન્ક, ફિડેલિટી ઇન્વેસ્ટમેન્ટ્સ, ઇમર્સન ઇન્ડસ્ટ્રિયલ ઓટોમેશન, આસ્કો ન્યુમેટિક્સ બ્રાન્સન, એએનએસઈ, ગેટવે જેવી પ્રતિષ્ઠિત કંપનીઓ માટે સેવા આપી છે.